શીનાનો પાસપોર્ટ, રાહુલના ઘરમાંથી મળ્યો, ઇંદ્રાણીનું વધુ એક જૂઠ

મુંબઈ: દેશના હાઈપ્રોફાઈલ શીના મર્ડર કેસે લોકોના મગજમાં અનેક સવાલ ઉભા કરી દીધા છે. શીના હત્યા કેસમાં તેની માતાની ધરપકડ કરવામાં આવી છે. આ મર્ડર કેસમાં અનેક નવા રહસ્યો પરથી પડદો ઉંચકાઈ રહ્યો છે. શીના મર્ડર કેસમાં શીનાની માતાનું વધુ એક જુઠ્ઠાણું સામે આવી રહ્યું છે. જેમા શીનાની માતાએ જણાવ્યું હતું કે તેમની દીકરી શીના અમેરિકા શીફ્ટ થઈ ગઈ છે.

Sheena bora murder case

પોલીસ કમિશ્નર રાકેશ મારિયાએ જાણકારી આપી છે કે તેમને શીના બોરાનો પાસપોર્ટ દેહરાદુનમાંથી રાહુલ મુખર્જીના ઘરેથી મળ્યો છે. અચરજની વાત તો એ છે કે રાહુલને ઇંદ્રાણી પર ત્યારે પણ શંકા ન ગઈ જ્યારે ઇંદ્રાણીએ જણાવ્યું હતુ કે શીના એક અન્ય પાસપોર્ટ દ્વારા અમેરિકા જતી રહી છે.

શીનાનો પાસપોર્ટ, પ્રેમી રાહુલના ઘરમાંથી મળ્યો
મહત્વપૂર્ણ છે કે રાહુલ મુખર્જી દેહરાદુનમાં પોતાની માં અને પીટર મુખર્જીની પ્રથમ પત્ની શબનમની સાથે રહે છે. જ્યાં તે ક્યારેક ક્યારેક શીનાની સાથે આવતો જતો હતો.

સવાલ એ છે કે શીનાનો પાસપોર્ટ રાહુલની પાસે કેવી રીતે પહોંચ્યો? આ અંગે પોલીસે મિડીયાને ખુબ જ આશ્ચર્યજનક જવાબ આપ્યો. પોલીસે જણાવ્યું કે શીના મુંબઈની રિલાયન્સ મેટ્રોમાં વર્ષ 2011-2012માં કામ કરતી હતી.

શીના મુંબઈની રિલાયન્સ મેટ્રોમાં કામ કરતી હતી
તેણે ઓફિસની બાજુમાં ભાડેથી એક ઘર લીધુ હતુ. જ્યાં તે રાહુલની સાથે લીવ ઈનમાં રહેતી હતી. રાહુલની માતાને પણ આ વાતથી કોઈ વાંધો નહતો. ત્યારબાદ રાહુલ અને શીનાએ દેહરાદુન આવીને સગાઈ કરી લીધી હતી. અને આ દરમ્યાન શીનાનો પાસપોર્ટ રાહુલ પાસે આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X