Amritpal Singh Arrested : અમૃતપાલ સિંહની કરાઇ છે ધરપકડ, સરન્ડર એક અફવા છે : IGPએ આપ્યું નિવેદન
Amritpal Singh Arrested : પંજાબ પોલીસે ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહની ધરપકડ કર્યા બાદ મોટા ખુલાસા કર્યા છે. IGP સુખચૈન સિંહ ગિલે જણાવ્યું હતું કે, અમૃતપાલ સિંહ વિશે અમારી પાસે ચોક્કસ બાતમી હતી. તેણે આત્મસમર્પણ કર્યું નથી, પણ તેની ધરપકડ કરવામાં આવી છે.
IGP સુખચૈન સિંહ ગિલે જણાવ્યું હતું કે, પોલીસની ટીમે રોડે ગામને ચારે બાજુથી ઘેરી લીધું હતું. અમૃતપાલ સિંહ પાસે કોઈ વિકલ્પ બચ્યો ન હતો. અમારી ટીમ ગુરુદ્વારાની અંદર નહોતી ગઈ. ગુરુદ્વારાની પવિત્રતાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. અમૃતપાલની પોલીસે આજે સવારે લગભગ 6.45 કલાકે ધરપકડ કરી હતી.

IGP જણાવ્યું હતું કે, અમૃતપાલ સિંહને વિશેષ વિમાન દ્વારા આસામ મોકલવામાં આવ્યા છે. તેને ડિબ્રુગઢ જેલમાં રાખવામાં આવશે. પંજાબના લોકોએ શાંતિ જાળવી રાખી છે. આ માટે તે અભિનંદનને પાત્ર છે. પંજાબની શાંતિને બગાડવાની કોઈને મંજૂરી આપી શકાય નહીં.
ઓપરેશન ચલાવીને અમૃતપાલની ધરપકડ કરવામાં આવી - IGP સુખચૈન સિંહ ગિલે જણાવ્યું હતું કે, પંજાબમાં કાયદો અને વ્યવસ્થા, સાંપ્રદાયિક સૌહાર્દ જળવાઈ રહે છે અને કોઈ અપ્રિય ઘટનાની આશંકા નથી. અમૃતપાલ સિંહ વિરુદ્ધ NSA વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારબાદ NSA હેઠળ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ સમગ્ર ઓપરેશન દરમિયાન પંજાબના લોકોએ શાંતિ અને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખી, જેના માટે અમે તેમનો આભાર માનીએ છીએ. અમે ઓપરેશન ચલાવીને સવારે 6:45 કલાકે તેની ધરપકડ કરી હતી.
અમૃતપાલને ડિબ્રુગઢ જેલમાં રાખવામાં આવશે - તેમણે જણાવ્યું હતું કે, અમારી પાસે ચોક્કસ માહિતી હતી, જેમાં અમને જાણ હતી કે, તે રોડે ગામના ગુરુદ્વારામાં હાજર છે. ગુરુદ્વારા સાહેબની ગરિમાને ધ્યાનમાં રાખીને અમે તેની ધરપકડ કરી હતી. તેની ધરપકડ કર્યા બાદ તેને આસામના ડિબ્રુગઢ મોકલી દેવામાં આવ્યો છે.
જોઈન્ટ ઓપરેશનમાં પકડાયો અમૃતપાલ સિંહ - આઈજીપી સુખચૈન સિંહ ગિલે જણાવ્યું હતું કે, પંજાબ પોલીસ અને ઈન્ટેલિજન્સ વિંગના સંયુક્ત ઓપરેશનમાં ખાલિસ્તાન સમર્થક અને વારિસ પંજાબ દેના ચીફ અમૃતપાલ સિંહની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યની શાંતિ અને સૌહાર્દને જોખમમાં નાખવાનો પ્રયાસ કરતા તત્વો સામે ચેતવણી જાહેર કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
