આખરે IIT બૉમ્બેએ જાતિ ભેદભાવને ધ્યાનમાં લઈ જાહેર કરી ગાઈડલાઈન્સ, વિદ્યાર્થીઓને આપી કડક સૂચના
આઈઆઈટી બૉમ્બેના પ્રથમ વર્ષના વિદ્યાર્થી દર્શન સોલંકીની ફેબ્રુઆરીમાં આત્મહત્યા બાદ કેમ્પસમાં કથિત જાતિ આધારિત ભેદભાવ માટે હોબાળો મચ્યાના મહિનાઓ પછી ધ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુ ઑફ ટેકનોલૉજી બૉમ્બેએ તેના વિદ્યાર્થીઓ માટે શનિવારે એક ભેદભાવ વિરોધી માર્ગદર્શિકા જાહેર કરવી પડી હતી.
જે મુજબ અન્ય વિદ્યાર્થીઓને તેમના જેઈઈ એડવાન્સ રેંક અથવા ગેટ સ્કોર અથવા જાતિ અંગેની અથવા અન્ય પાસાઓને સંબંધિત માહિતી જાહેર કરે તેવા પ્રશ્નો પૂછવા 'અયોગ્ય' છે.

આઈઆઈટી બૉમ્બે દ્વારા જાહેર કરવામાં આવેલા માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યુ છે કે રેંક પૂછવો એ જાતિ શોધવાનો પ્રયાસ અને ભેદભાવ માટે સ્ટેજ સેટ કરી શકે છે. ભેદભાવ વિરોધી દિશાનિર્દેશો અંગેની સૂચના વિદ્યાર્થીઓમાં પ્રસારિત કરવામાં આવી છે અને કેમ્પસમાં વિવિધ સ્થળોએ, ખાસ કરીને હોસ્ટેલ વિસ્તારોમાં પેસ્ટ કરવામાં આવી છે.
નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યુ છે કે પ્રશ્ન પૂછનાર વિદ્યાર્થીને લાગે છે કે તે નિર્દોષ છે અને તે સંપૂર્ણ રીતે જિજ્ઞાસાથી પ્રેરિત હોઈ શકે છે, પ્રશ્ન પૂછવાથી અન્ય વિદ્યાર્થી પર ઘણી વાર પ્રતિકૂળ અસર થઈ શકે છે. સંસ્થા ઈચ્છે છે કે વિદ્યાર્થીઓ દરેક સાથે જાતિ, ધર્મ અથવા સામાજિક-આર્થિક સ્થિતિ જેવા પરિબળોને ધ્યાનમાં લીધા વિના અન્ય સાથે જોડાયેલા રહે.
તમને જણાવી દઈએ કે આઈઆઈટી બૉમ્બે બી.ટેક (કેમિકલ) બ્રાન્ચના પ્રથમ વર્ષના વિદ્યાર્થી દર્શન સોલંકીએ 12 ફેબ્રુઆરીએ પવઈમાં સાત માળની ઈમારત પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. હોસ્ટેલની બિલ્ડીંગ પરથી પડતાં જ તેનુ મોત થયું હતું.
દર્શન સોલંકીના મોત બાદ આઈઆઈટી કેમ્પસોમાં જાતિ આધારિત ભેદભાવના ઘણા સ્વરુપો પર ચર્ચાએ જોર પકડ્યુ હતુ. જેમાં જેઈઈનો રેન્ક પૂછવાનો પ્રશ્ન એ સૌથી આગળના ક્રમે હતો. કારણકે તેનાથી ખબર પડે છે કે વિદ્યાર્થીને અનામત કેટેગરીની સીટ પર એડમિશન મળ્યુ છે કે નહિ. દર્શનના સીનિયર અને તેની બહેને પણ આરોપ લગાવ્યો હતો કે તેનો રેન્ક જાણ્યા પછી દર્શનના રુમમેટે તેની સાથે વાત કરવાનુ ઓછુ કરી દીધુ હતુ.
આઈઆઈટી બૉમ્બેના નોટિફિકેશનમાં વિનંતી કરવામાં આવી છે કે મિત્રો સાથે બૉન્ડિંગ પરિચય, ક્રિયા-પ્રતિક્રિયા, સમાન વિભાગો, રમતગમત, સંગીત, ફિલ્મો, સ્કૂલો, કૉલેજો, ગામ, શહેર, શોખ વગેરે દ્વારા થતી હોય છે. ભેદભાવ વિરોધી માર્ગદર્શિકા મુજબ IIT બોમ્બેના અધિકારીઓએ વિદ્યાર્થીઓને અપમાનજનક, દ્વેષપૂર્ણ, જાતિવાદી, લૈંગિકવાદી અને ધર્માંધતા દર્શાવતા ટુચકાઓ સહિત કોઈપણ સંદેશાઓ ફોરવર્ડ અથવા એક્સચેન્જ ન કરવા જણાવ્યું છે. "તેને ઉત્પીડન અથવા ગુંડાગીરી તરીકે ગણી શકાય,"
ઉલ્લેખનીય છે કે હોસ્ટેલની બિલ્ડીંગ પરથી કુદીને આત્મહત્યા કરનાર ગુજરાતના મૃતક દર્શન સોલંકીના પરિવારે આક્ષેપ કર્યો હતો કે તે એસસી કેટેગરીના હોવાનું જાણ્યા બાદ તેના સહાધ્યાયીઓનું વર્તન બદલાઈ ગયું હતું. 2018થી ભારતની ટોચની શૈક્ષણિક સંસ્થા આઈઆઈટીમાં આત્મહત્યાની સૌથી વધુ સંખ્યા નોંધી છે.












Click it and Unblock the Notifications
