For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગરીબ બાળકોને મફતમાં ભણાવતા IIT રુડકીના છાત્રને રાષ્ટ્રપતિએ આપ્યો ગોલ્ડ મેડલ

ઉત્તરાખંડના રુડકીમા ગરીબ બાળકોને મફતમાં ભણાવનાર આઈઆઈટી રુડકીના એક છાત્ર અનંત વશિષ્ઠને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી યુથ લીડરશિપના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે ગોલ્ડ મેડલ મળ્યો છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તરાખંડના રુડકીમા ગરીબ બાળકોને મફતમાં ભણાવનાર આઈઆઈટી રુડકીના એક છાત્ર અનંત વશિષ્ઠને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી યુથ લીડરશિપના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે ગોલ્ડ મેડલ મળ્યો છે. અનંત રુડકી પાસે જ એક ગામના વંચિત છાત્રોને મફતમાં ભણાવ્યા કરતો હતો. રાષ્ટ્રપતિએ અનંતને 19માં વાર્ષિક દીક્ષાંત સમારંભમાં ગોલ્ડ મેડલથી સમ્માનિત કર્યા.

ગરીબ બાળકોને 4 વર્ષ સુધી મફતમાં ભણાવતા રહ્યા અનંત

ગરીબ બાળકોને 4 વર્ષ સુધી મફતમાં ભણાવતા રહ્યા અનંત

દીક્ષાંત સમારંભ દરમિયાન 8 અન્ય છાત્રોને પણ સમ્માનિત કરવામાં આવ્યા. અનંત હાલમાં ગુરુગ્રામમાં માસ્ટર કાર્ડમાં કામ કરી રહ્યા છે. અનંતે કહ્યુ કે તેમણે પોતાના નામાંકન બાદ 2015માં કોલેજ પાસેના કાલિયાર ગામના ગરીબ બાળકો માટે મફતમાં ક્લાસ લેવાનુ શરૂ કર્યુ હતુ. તેમણે પોતાના દોસ્તોના એક ગ્રુપ સાથે દર શનિવારે અને રવિવારે સતત ચાર વર્ષ સુધી ક્લાસીસ લીધા.

રાષ્ટ્રપતિએ ગોલ્ડ મેડલથી સમ્માનિત કર્યા

રાષ્ટ્રપતિએ ગોલ્ડ મેડલથી સમ્માનિત કર્યા

વશિષ્ઠ કહે છે કે ગામના લોકોને સમજાવવાનુ પડકારરૂપ કાર્ય હતુ કે તે પોતાના બાળકોને અભ્યાસ માટે અમારી પાસે મોકલે કારણકે તે કોઈ બહારના વ્યક્તિ પર વિશ્વાસ નહોતા કરતા. જો કે ધીમે ધીમે તેમના મારા ઈરાદા વિશે માલુમ પડ્યુ અને બાળકોને મોકલવા શરૂ કરી દીધા.

આ પણ વાંચોઃ ઘરમાં ઘૂસીને ભાજપ નેતાની હત્યા, અજાણ્યા હુમલાખોરોએ 5 લોકોને મોતને ઘાટ ઉતાર્યાઆ પણ વાંચોઃ ઘરમાં ઘૂસીને ભાજપ નેતાની હત્યા, અજાણ્યા હુમલાખોરોએ 5 લોકોને મોતને ઘાટ ઉતાર્યા

ભવિષ્યની યોજના

ભવિષ્યની યોજના

પોતાના ભવિષ્યની યોજના વિશે અનંત કહે છે, ‘હું ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે અમેરિકા સ્થિત મેસાચુસેટ્સ ઈન્સ્ટીટ્યુટ ઑફ ટેકનોલોજીમાં પ્રવેશ મેળવવા પર ધ્યાન આપી રહ્યો છુ. ત્યારબાદ હું મારા દેશની સેવા કરીશ જે મારુ અંતિમ લક્ષ્ય છે.'

English summary
iit roorkee student gets gold medal from president ramnath kovind, teaches poor students
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X