For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું ઓમિક્રૉનના જોખમને રોકવા માટે મળવો જોઈએ બૂસ્ટર ડોઝ? IMAના સીનિયર ડૉક્ટરે આપ્યો જવાબ

ઓમિક્રૉનના જોખમને રોકવા માટે બૂસ્ટર ડોઝ મળવો જોઈએ કે નહિ એ આઈએમએના સીનિયર ડૉક્ટરે જણાવ્યુ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોનાના નવા વેરિઅંટ ઓમિક્ર઼નના જોખમ વચ્ચે ભારત રસીકરણ અભિયાનમાં સતત સફળતા મેળવી રહ્યુ છે. ગુરુવારે દેશના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યુ કે દેશની 60 ટકા વસ્તીને વેક્સીનના બંને ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. એટલે કે દેશની 60 ટકા વસ્તી સંપૂર્ણપણે વેક્સીનેટેડ થઈ ચૂકી છે. આ ઉપલબ્ધિ વચ્ચે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન(IMA)ના કેરળ યુનિટમાં રિસર્ચ સેલના વાઈસ પ્રેસિડેન્ટ રાજીવ જયદેવનનુ કહેવુ છે કે ભારતના રસીકરણ અભિયાનમાં ઉપયોગમાં લેવામાં આવી રહેલ કોવિશીલ્ડ અને કોવેક્સન કોરોનાથી મોતના જોખમને લગભગ એક સમાન જ ઘટાડે છે.

ima

કોવિશીલ્ડ અને કોવેક્સીનની અસર એકસમાન

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરીને રાજીવ જયદેવને કહ્યુ છે કે કોવિશીલ્ડ અને કોવેક્સીન કોરોનાથી મૃત્યુના જોખમને લગભગ એક સમાન જ ઘટાડે છે. બૂસ્ટર ડોઝની ચર્ચા વચ્ચે તેમણે કહ્યુ કે આ બંને વેક્સીનના 2 કે 3 ડોઝ આપવાથી મૃત્યુ પર કોઈ ખાસ ફરક નહિ પડે.

'વેક્સીના નકારાત્મક પ્રભાવનો કોઈ કેસ સામે આવ્યો નથી'

રાજીવ જયદેવને કહ્યુ કે એક દેશ તરીકે આપણે જે ઈચ્છીએ છીએ, તે એ જ છે કે કંઈ પણ કરીને કોરોનાતી થતા મોતની સંખ્યાને ઘટાડી શકાય. માટે અમારુ લક્ષ્ય છે કે અમે જલ્દીમાં જલ્દી દેશની એક મોટી વસ્તીને વેક્સીનના બંને ડોઝ આપી દઈએ અને અમે આ પ્રાથમિકતા સાથે આગળ વધી રહ્યા છે. રાજીવ જયદેવને કહ્યુ કે આજ સુધી કોવિશીલ્ડ અને કોવેક્સીનથી મળતી સુરક્ષામાં કોઈ ઘટાડો આવ્યો નથી. તેમણે કહ્યુ કે ભારતમાં ક્યાંયથી કોઈ સંકેત નથી આવ્યા કે લોકો આ રસી લીધા બાદ અચાનક બિમાર પડી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે IMAના ડૉક્ટર રાજીવ જયદેવનનુ આ નિવેદન એવા સમયમાં આવ્યુ છે જ્યારે એક દિવસ પહેલા જ ઑક્સફૉર્ડ યુનિવર્સિટીના લેબ સ્ટડીમાં એ સામે આવ્યુ હતુ કે સીરમ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ડિયા દ્વારા નિર્મિત કોવિશીલ્ડ વેક્સીનના ઓમિક્રૉન વેરિઅંટ સામે પ્રભાવી જોવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા વધીને 78,291 થઈ ગઈ છે. આ સિવાય કુલ 3,42,08,926 દર્દીઓ સાજા થયા છે, જ્યારે આ રોગચાળાને કારણે 4,78,759 લોકોએ જીવ ગુમાવ્યો છે. બીજી તરફ ઓમિક્રોન વેરિઅન્ટ પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે, દેશમાં અત્યાર સુધીમાં 236 કેસ નોંધાયા છે. તેમાંથી 104 દર્દીઓ સાજા થયા છે, જ્યારે અન્ય સારવાર હેઠળ છે. હાલમાં મહારાષ્ટ્ર ઓમિક્રોનથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે, ત્યાં અત્યાર સુધીમાં 65 કેસ નોંધાયા છે.

English summary
IMA senior doctor Rajeev Jayadevan statement on Corona vaccine booster dose
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X