For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આગામી 3 કલાકમાં અહીં થઈ શકે છે ભારે વરસાદ, IMDએ આપ્યુ એલર્ટ

દેશમાં આગામી 3 કલાક દરમિયાન દેશના અમુક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં આગામી 3 કલાક દરમિયાન દેશના અમુક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે કહ્યુ છે કે આગામી અમુક કલાકોમાં ગોવામાં ભારે વરસાદની સંભાવના છે. વળી, સ્કાઈમેટના જણાવ્યા મુજબ દક્ષિણી ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશના તરાઈ વિસ્તારમાં એક-બે જગ્યાએ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ, તેલંગાના તેમજ અસમના અમુક ભાગો, કોંકણ તેમજ ગોવા, તટીય કર્ણાટક, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ તથા ઉત્તરાખંડના ભાગોમાં અલગ અલગ જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ થવાનું અનુમાન છે.

આગામી ત્રણ કલાકમાં અહીં થઈ શકે છે ભારે વરસાદ

આગામી ત્રણ કલાકમાં અહીં થઈ શકે છે ભારે વરસાદ

વળી, રાજધાની દિલ્લીમાં કાલની જેમ આજે પણ હવામાન સૂકુ રહેવાનુ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્લીવાસીઓને વરસાદ માટે રવિવાર સુધી રાહ જોવી પડી શકે છે. સ્કાઈમેટ કહ્યુ છે કે 31 ઓગસ્ટથી ત્રણ સપ્ટેમ્બર વચ્ચે દિલ્લી, હરિયાણા અને પંજાબમાં સારો વરસાદ થવાની સંભાવના છે. તેમણે કહ્યુ છે કે 1 અને 2 સપ્ટેમ્બર વચ્ચે અમુક સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે.

અહીં પણ થશે જોરદાર વરસાદ

અહીં પણ થશે જોરદાર વરસાદ

આ પહેલા હવામાન વિભાગે કહ્યુ હતુ કે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને તેની પાસેના પશ્ચિમી મધ્ય પ્રદેશ તેમજ અંદમાન-નિકોબાર દ્વીપ સમૂહના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે એક-બે સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે.

આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરમાં પ્રતિબંધ અને લોકોને નજરબંધ કરવા પર અમેરિકાએ વ્યક્ત કરી ચિંતાઆ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરમાં પ્રતિબંધ અને લોકોને નજરબંધ કરવા પર અમેરિકાએ વ્યક્ત કરી ચિંતા

અહીં થઈ શકે છે ભારે વરસાદ

અહીં થઈ શકે છે ભારે વરસાદ

દક્ષિણી ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશના તરાઈ વિસ્તારવાળા વિસ્તારોમાં એક-બે સ્થળો, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ, તેલંગાના તેમજ અસમના અમુક ભાગો, કોંકણ તેમજ ગોવા, તટીય કર્ણાટક, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ તથા ઉત્તરાખંડના ભાગોમાં અલગ અલગ જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ થવાનું અનુમાન છે.

અહીં રહેશે હવામાન સૂકુ

અહીં રહેશે હવામાન સૂકુ

દેશના બાકીના ભાગોમાં મુખ્ય રીતે હવામાન સૂકુ રહેવા સાથે ક્યાંક ક્યાંક હળવો વરસાદ થવાની સંભાવના બની રહેશે. પૂર્વી રાજસ્થાન, પૂર્વી મધ્ય પ્રદેશ, ગુજરાત અને તટીય કર્ણાટકમાં સક્રિય છે જ્યારે અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આંધ્રપ્રદેશ અને ઉત્તર કર્ણાટકના આંતરિક ભાગોમાં તે ધીમુ પડી ગયુ છે પરંતુ જ્યાં તે સક્રિય છે ત્યાં ભારે વરસાદ પડી શકી છે.

English summary
Very Heavy Rainfall and Thunderstorm Warning For Goa, Uttar Pradesh in Next 3 HOURS Says IMD.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X