મુંબઈમાં આવતા 24 કલાકમાં અતિ ભારે વરસાદની સંભાવના, IMDએ જારી કરી રેડ એલર્ટ

ભારતીય હવામાન વિભાગ(આઈએમડી)એ મુંબઈ, ઠાણે અને રાયગઢ જિલ્લામાં આવતા 24 કલાકમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં ભારે વરસાદના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવે ભારતીય હવામાન વિભાગ(આઈએમડી)એ મુંબઈ, ઠાણે અને રાયગઢ જિલ્લામાં આવતા 24 કલાકમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કરી દીધુ છે. હવામાન વિભાગે કહ્યુ કે આવતા 24 કલાક દરમિયાન લોહારુની આસપાસના વિસ્તારમાં મહેન્દ્રગઢ, નારનોલ, બિજનોર, મેરઠ, સંભલ, ચંદૌસી, નરોરા, સહસવાનમાં વિજળી સાથે વરસાદ થશે.

મુંબઈ, રાયગઢ અને રત્નારિગી જિલ્લામાં રેડ એલર્ટ

મુંબઈ, રાયગઢ અને રત્નારિગી જિલ્લામાં રેડ એલર્ટ

આ પહેલા હવામાન વિભાગે કહ્યુ હતુ કે મહાનગર અને આસપાસના વિસ્તારોમાં શનિવારે અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. શુક્રવારે રાતે હવામાન વિભાગે કહ્યુ, 'આવતા 24 કલાક દરમિયાન એટલે કે 3થી 4 જુલાઈ સુધી માટે મુંબઈ, રાયગઢ અને રત્નારિગી જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવી છે. અમુક સ્થળો પર અતિ ભાર વરસાદ પણ થઈ શકે છે. પાલગઢ, મુંબઈ, ઠાણે અને રત્નાગિરી જિલ્લાઓમાં 4 જુલાઈએ ઘણા સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના છે.'

લોકોને સાવધાની રાખવાની સૂચના

લોકોને સાવધાની રાખવાની સૂચના

એલર્ટ જારી થયા બાદ બૃહદમુંબઈ નગરપાલિકા(બીએમસી)એ લોકોને સાવધાની વર્તવા માટે કહ્યુ છે. લોકોને જણાવ્યુ છે કે તેમણે શું કરવુ જોઈએ અને શું નહિ. આના એક દિવસ પહેલા દક્ષિણ મુંબઈમાં ખૂબ જ ભારે વરસાદ જોવામાં આવ્યુ છે. હવામાન વિભાગે ગુરુવારે મુંબઈ અને તેની સાથે જોડાયેલ તટીય જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરીને શુક્રવારે અને શનિવારે માટે ઓરેન્જ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યુ હતુ. મુંબઈ પોલિસે પણ લોકોને ઘરે રહેવાની સલાહ આપી હતી.

કારણ વિના ઘરમાંથી બહાર ન નીકળો

કારણ વિના ઘરમાંથી બહાર ન નીકળો

મુંબઈ પોલિસે લોકોને કહ્યુ હતુ કે શુક્રવાર અને શનિવારે ઘરે જ રહે. કારણ વિના ઘરમાંથી બહાર ન નીકળો. મુંબઈમાં દર વર્ષે મોનસુન સમયે રસ્તા પર જ પાણી ભરાઈ જાય છે. જેનાથી લોકોને એક સ્થળે બીજા સ્થળ સુધી માટે તમામ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ દરમિયાન ઘણા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે અને પૂર જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X