For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈકરોને મોટી રાહત, આગામી 48 કલાકમાં વરસાદ તબાહી નહિ મચાવે

મુંબઈકરોને મોટી રાહત, આગામી 48 કલાકમાં વરસાદ તબાહી નહિ મચાવે

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ છેલ્લા 20 દિવસથી ભારે વરસાદનો સામનો કરી રહેલ માયાનગરી મુંબઈને આગામી કેટલાક દિવસોમાં રાહત મળી શકે છે. શુક્રવારે હવામાન વિભાગના પૂર્વાનુમાનથી પણ ઓછો વરસાદ થયો છે, જ્યારે શનિવારે મુંબઈ અને આજુબાજુના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. જ્યારે આગામી 48 કલાકમાં પણ વરસાદથી બેહાલ મુંબઈને મોટી રાહત મળી શકે છે.

શુક્રવારે ઓછો વરસાદ પડ્યો

શુક્રવારે ઓછો વરસાદ પડ્યો

સાંતાક્રૂજ અને કોલાબા વિસ્તારમાં 1.8 મિમી અને 3 મિમી વરસાદ નોંધાયો છે, જે 8.30 વાગ્યે અને 5.30 વાગ્યે થયો હતો. હવામાનની જાણકારી આપનાર પ્રાઈવેટ સંસ્થા સ્કાઈમેટે પણ હળવા વરસાદનું પૂર્વાનુમાન જતાવ્યું છે. સ્કાઈમેટ મુજબ ચક્રવાત જેવા હાલાત, જે દક્ષિણ ગુજરાત અને ઉત્તરી મહારાષ્ટ્રના આજુબાજુના વિસ્તારમાં બન્યા હતા, તે કમજોર થશે. મહારાષ્ટ્ર અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદ કરાવતી કોઈ સિસ્ટમ બનતી દેખાઈ રહી નથી.

ભારે વરસાદથી મુંબઈને બેહાલ કરી હતી

ભારે વરસાદથી મુંબઈને બેહાલ કરી હતી

પાછલા કેટલાક દિવસથી અટકી અટકીને થઈ રહેલ વરસાદ બાદ એવું અનુમાન લગાવવાાં આવી રહ્યું હતું કે આગામી કેટલાક દિવસમાં મુંબઈને વરસાદથી રાહત મળી શકે છે. મુંબઈમાં પાછલા દિવસોમાં થયેલ વરસાદના કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું હતું. બસ, ટ્રેન અને મુંબઈ જતી ઉડાણ પણ પ્રભાવિત થઈ હતી. મુંબઈ એરપોર્ટ પર વિમાનોના સંચાલનને રોકી દેવામાં આવ્યું હતું. જ્યારે શહેમાં વિવિધ જગ્યાએ પાણી ભરાવવાના કારણે લોકોએ ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો.

48 કલાકમાં બહુ ઓછા વરસાદના અણસાર

48 કલાકમાં બહુ ઓછા વરસાદના અણસાર

એવામાં મુંબઈમાં ઓછો વરસાદ થશે અથવા થશે જ નહિ. આ સ્થિતિ ગુરુવાર સુધી બની રહી શકે છે. વરસાદને કારણે મુંબઈના તાપમાનમાં પણ તોડો વધારો થઈ શકે છે. મુંબઈના વરસાદમા કમી જોવા મળી રહી છે, જો કે દક્ષિણ કોંકણ અને ગોવામાં થોડો વરસાદ થશે. જણાવી દઈએ કે મુંબઈ શહેરમાં આ સીઝનનો અત્યાર સુધી 953.4 એમએમ, જ્યારે ઉપનગરમાં 1406.7 એમએમ વરસાદ થઈ ચૂક્યો છે.

આકસ્મિક નહિ, શ્રીદેવીની હત્યા કરવામાં આવી હતી, ડીજીપીનો દાવો આકસ્મિક નહિ, શ્રીદેવીની હત્યા કરવામાં આવી હતી, ડીજીપીનો દાવો

English summary
imd predicted lower rain in mumbai for next 48 hours
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X