ગુજરાત સહિત દેશના આ 13 રાજ્યોમાં આંધી-વરસાદની સંભાવના, MPમાં રેડ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા પશ્ચિમ મધ્ય પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, અસમ-મેઘાયલ, ગુજરાત, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા માટે બહુ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા પશ્ચિમ મધ્ય પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, અસમ-મેઘાયલ, ગુજરાત, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા માટે બહુ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે કોંકણ, ગોવા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, પૂર્વી રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉપ હિમાલયી, પશ્ચિમ બંગાળ-સિક્કિમ, સૌરાષ્ટ્ર-કચ્છ, તટીય-દક્ષિણ કર્ણાટક, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશા માટે વરસાદનું એલર્ટ જારી કર્યુ છે.

મધ્યપ્રદેશના હાલ બેહાલ

મધ્યપ્રદેશના હાલ બેહાલ

બે દિવસથી સતત થઈ રહેલા વરસાદે મધ્ય પ્રદેશના હાલ બેહાલ કરી દીધા છે. લોકોનું દૈનિક જીવન ખરાબ રીતે પ્રભાવિત થયુ છે. ભોપાલ અને વિદિશામાં વરસાદના કારણે ઘણા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. રાજ્યમાં વરસાદનો દોર યથાવત રહેશે અને રાજ્યના 32 જિલ્લાઓમાં સામાન્યથી ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે આગીમી 48 કલાક માટે રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જારી કર્યુ છે.

અપાયુ રેડ એલર્ટ

અપાયુ રેડ એલર્ટ

રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદની ચેતવણી. હરદા, હોશંગાબાદ, નીમચ, મંદસૌર, રાયસેન, નરસિંહપુર, સીહોર અને રતલામ માટે જારી કરવામાં આવી છે. વળી, હરદામાં ભારે વરસાદના કારણે આખુ જેલ પરિસર ડૂબી ગયુ છે. ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદની ચેતવણી જે બડવાની દમોહ, દેવાસ, ધાર, ઈન્દોર, રાજગઢ, વિદિશા અને ઉજ્જૈન જિલ્લા માટે આપવામાં આવી છે. વળી, યલો એલર્ટ ભોપાલ, આગર, અલીરાજપુર, અશોકનગર, બાલાઘાટ, બૈતુલ, બુરહાનપુર, છિંદવાડા, ગુના, જબલપુર, ખંડવા, ખરગોન, મંડલા, શાહજહાંપુર, સાગર અને સિવની જિલ્લા માટે જારી કરવામાં આવી છે.

વિજળી સાથે આંધીની પણ સંભાવના

વિજળી સાથે આંધીની પણ સંભાવના

વળી, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ-ત્રિપુરામાં વિજળી સાથે આંધીની સંભાવના છે. અહીં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. દિલ્લી અને એનસીઆરમાં થોડા સમય માટે હળવા વરસાદની આશા છે. અઠવાડિયાના અંતે દેશની રાજધાનીમાં થોડા સારા વરસાદની સંભાવના બની રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X