For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IMD Warning: આ રાજ્યોમાં થઈ શકે ભારે વરસાદ અને હિમવર્ષા

IMD Warning: આ રાજ્યોમાં થઈ શકે ભારે વરસાદ અને હિમવર્ષા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં ફરી એકવાર ઠંડીના તેવર તીખા થયા છે, ભારતીય હવામાન વિભાગે કહ્યું કે 13મી જાન્યુઆરીએ હિમાચલ પ્રદેશના કેટલાય શહેરોમાં હિમવર્ષા અને ભારે વરસાદની આશંકા છે. જેને પગલે હવામાન વિભાગે ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે, હિમાચલ પ્રદેશની આ હિમવર્ષાની અસર મેદાની વિસ્તારો પર પણ પડશે જેના કારણે દિલ્હી-એનસીઆર સહિત પૂર્વ ભારતના કેટલાય વિસ્તારોમાં ઠંડી વધવાના અણસાર છે.

હજી વધુ બગડશે હવામાન

હજી વધુ બગડશે હવામાન

વિભાગ મુજબ શિમલા, મંડી, કાગડા, કિન્નૌર અને લાહુલ સ્પીતિમાં હિમવર્ષા થઈ શકે છે, હવામાન વિભાગનું કહેવું છે કે આ હાલાત 17 જાન્યુઆરી સુધી જ આવી જ બની રહી શકે છે. હિમાચલ પ્રદેશમાં થયેલ હિમવર્ષા બાદ જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થઈ ગયા છે. પ્રદેશના 8 સ્થળો પર હજી તાપમાન શૂન્ય સુધી પહોંચ્યું છે અને હજી પણ 609 રસ્તાઓ અને 5 નેશનલ હાઈવે હિમવર્ષાને કારણે બંધ છે. 2031 ઈલેક્ટ્રિસિટી સ્કીમ અને 118 વૉટર સપ્લાઈ સ્કીમ પણ અસરગ્રસ્ત છે.

પશ્ચિમ વિક્ષોભ સક્રિય થતા વરસાદ થઈ રહ્યો છે

જણાવી દઈએ કે પશ્ચિમી વિક્ષોભ સક્રિય થવાના કારણે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં વરસાદની સંભાવના છે. એટલું જ નહિ હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશ તથા રાજસ્થાનના પશ્ચિમી તથા પૂર્વી વિસ્તારોમાં કેટલા સ્થળોએ શીતલહેરની ચેતવણી જાહેર કરી છે.

યૂપી-બિહારમાં પણ શીતલહેર યથાવત

યૂપી-બિહારમાં પણ શીતલહેર યથાવત

યૂપી-બિહારમાં પણ શીતલહેર ચાલી રહી છે, IMDએ કહ્યું કે દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનના વિવિધ સ્થળોએ વિજળી કડકવાની સાથે કેટલીક જગ્યાઓ પર કરા પડી શકે છે, જેનાથી ફરીથી હાડ કંપાવતી ઠંડીની વાપસી થઈ શકે છે. જ્યારે સ્કાઈમેટ મુજબ આગામી 24 કલાક દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઉત્તરી ભાગોમાં એક-બે સ્થળો પર હળવો વરસાદ અથવા હિમપાત ચાલુ રહેવાની સંભાવના છે.

પુલવામામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, 2 આતંકીઓ ઠાર મરાયાપુલવામામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, 2 આતંકીઓ ઠાર મરાયા

English summary
IMD's rain and snowfall warning in these states
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X