દિલ્હી-NCRમાં ધૂળની આંધીની આશંકા, 9 રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ

દિલ્હી-NCRમાં ધૂળની આંધીની આશંકા, 9 રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ

નવી દિલ્હીઃ ચોમાસુ ઋતુ પૂરી થઈ ગઈ છે પરંતુ દેશના કેટલાય રાજ્યોમાં વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો જ્યારે દલિ્હી અને એનસીઆરમાં ભારે પ્રદૂષણે લોકોને પરેશાન કર્યા છે, હવામાનના આ વલણથી સામાન્ય લોકોએ ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે, કમોસમી વરસાદને કારણે સૌથી વધુ દક્ષિણ ભારતને તકલીફ ભોગવવી પડી છે.

દિલ્હી-એનસીઆરમાં ધૂળની આંધીની આશંકા

દિલ્હી-એનસીઆરમાં ધૂળની આંધીની આશંકા

ભારતીય હવામાન વિભાગે ફરી એકવાર દેશના 9 રાજ્યોાં ભારે વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે જ્યારે હિમાચલ પ્રદેશમાં બુધવારથી વરસાદ, કરા અને હિમવર્ષાનું ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. એટલું જ નહિ, પંજાબ, હરિયાણા, ઉત્તરી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હી તથા એનસીઆરના કેટલાક ભાગમાં ધૂળની આંધી અને વરસાદની પણ આશંકા છે.

9 રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ

9 રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ

હવામાન વિભાગે જે રાજ્યો માટે ભારે વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે તેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કોંકણ-ગોવા, ઓરિસ્સા, તમિલનાડુ, કેરળ, તેલંગાણા અને કર્ણાટક સામેલ છે જ્યાં 8 નવેમ્બર સુધી ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

હિમાચલ પ્રદેશમાં ઓરેન્જ અલર્ટ

જ્યારે હિમાચલ પ્રદેશમાં બુધવારથી વરસાદ, કરા અને હિમવર્ષાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આઠ નવેમ્બર સુધી આખા પ્રદેશમાં હવામાન ખરાબ રહેવાનું પૂર્વાનુમાન છે. સાત અને આઠ નવેમ્બરે ધર્મશાળામાં થનાર ગ્લોબલ ઈન્વેસ્ટર મીટ દરમિયાન પણ વરસાદના આસાર છે. પશ્ચિમી વિક્ષોભની સક્રિયતાથી હવામાનમાં આ બદલાવ આવી રહ્યો છે. નવ નવેમ્બરથી પ્રદેશમાં હવામાન સાફ રહેવાની સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X