For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીના 16, બિહારના 13 જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના, દિલ્લીમાં ઓરેન્જ એલર્ટ

ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે આગલા 2-3 દિવસોમાં દિલ્લીમાં આંધી તોફાનની સંભાવના છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે આગલા 2-3 દિવસોમાં દિલ્લીમાં આંધી તોફાનની સંભાવના છે. રાજધાનીમાં ચોમાસુ પહોંચી ચૂક્યુ છે જેના કારણે દિલ્લી અને તેની આસપાસના રાજ્યોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યુ છે. દિલ્લીમાં બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. વળી, આઈએમડીએ આજે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ સહિત ઘણા રાજ્યોમાં મૂસળધાર વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વિભાગે કહ્યુ છે કે પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને પૂર્વ રાજસ્થાનના અમુક વિસ્તારોમાં ભારે વરસાદના અણસાર છે અને આના કારણે આ રાજ્યોમાં ભારતીય હવામાન વિભાગે આજથી લઈને આગલા 48 કલાક સુધી એલર્ટ જારી કરી છે.

યુપીના 16 જિલ્લાઓ અને બિહારના 13 જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના

યુપીના 16 જિલ્લાઓ અને બિહારના 13 જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના

સ્કાઈમેટના જણાવ્યા મુજબ આગલા 24 કલાકમાં પૂર્વ ઉત્તર પ્રદેશ, દક્ષિણ અને પૂર્વ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાના, પશ્ચિમ બંગાળ, અસમ, મેઘાયલ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, કેરળ, તટીય વર્ કર્ણાટક અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ ભાગોમાં અમુક સ્થળોએ ભારે વરસાદની પણ સંભાવના છે.

આ જગ્યાઓએ ભારે વરસાદની સંભાવના

આ જગ્યાઓએ ભારે વરસાદની સંભાવના

આઈએમડીએ કહ્યુ છે કે આગલા અમુક કલાકોમાં પટના સહિત દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભગાને પોતાના પૂર્વાનુમાનમાં સીતામઢ, મધુબની, મુઝફ્ફરપુર, દરભંગા, વૈશાલી, શિવહર, સમસ્તીપુર, પૂર્ણિયા, સહરસા, મધેપુરા, સુપૌલ, અરરિયા અને કિશનગંજમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. અહીં પણ આગલા 24 કલાકનુ એલર્ટ જારી કર્યુ છે.

યુપીના 16 જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના

યુપીના 16 જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના

વળી, યુપીની રાજધાની સહિત લખનઉ સહિત 16 જિલ્લાઓમાં આજે ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે બરેલી, શાહજહાંપુર, બદાયું. પીલીભીંત, મેનપુરી, ફર્રુખાબાદ, કન્નૌજ, ઉન્નાવ, કાનપુર, લખનઉ, હરદોઈ, સંત રવિદાસ નગર, વારાણસી, જૌનપુર, ગાજીપુર, રાયબરેલી અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર આગલા 24 કલાક દરમિયાન જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ આજે બદલાશે હવામાન, મણિપુર, કર્ણાટક, આંતરિક તમિલનાડુ, કેરળ, તટીય આંધ્રપ્રદેશ અને અંદમાન અને નિકોબાર ટાપુઓ પર હળવો વરસાદ થઈ શકે છે.

LAC પર બધુ એટલી જલ્દી સામાન્ય નહિ થાય, ચીની જવાનોને પીછેહટ કરવામાં લાગશે સમયLAC પર બધુ એટલી જલ્દી સામાન્ય નહિ થાય, ચીની જવાનોને પીછેહટ કરવામાં લાગશે સમય

English summary
IMD: Thunderstorm and Very Heavy Rain Expected In UP-Bihar, Orange Alert in Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X