For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IMD Warning: દેશના કેટલાય શહેરોમાં આજે ભારે વરસાદની આશંકા

IMD Warning: દેશના કેટલાય શહેરોમાં આજે ભારે વરસાદની આશંકા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ફરી એકવાર હવામાને કરવટ લીધી છે, ભારતીય હવામાન વિભાગે દેશના કેટલાય રાજ્યોમાં ભારે વરસાદ અને કરાવૃષ્ટિની ચેતવણી જાહેર કરી છે, વિભાગે કહ્યું કે આજે બિહાર, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓરિસ્સા, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, મણિપુર સહિત પૂર્વોત્તરના કેટલાય રાજ્યોમાં તેજ વરસાદ થવાની સંભાવના છે.

દેશના કેટલાય શહેરોમાં આજે ભારે વરસાદની આશંકા

દેશના કેટલાય શહેરોમાં આજે ભારે વરસાદની આશંકા

જ્યારે દેશની રાજધાની દિલ્હી અને તેની આજુબાજુના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાના અણસાર છે જ્યારે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ થઈ શકે છે, મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ રહેવાના અણસાર છે.

એમપી-યૂપીમાં વાતાવરણ બગડી શકે

એમપી-યૂપીમાં વાતાવરણ બગડી શકે

જ્યારે મધ્ય પ્રદેશના કેટલાય શહેરોમાં આગલા 24 કલાક દરમિયાન વરસાદનું અનુમાન છે. જબલપુર, મંડલા, સાગર, રાયપુર સહિત મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં વરસાદ થશે. મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલ સિહત ઉજ્જૈન અને ઈન્દોરમાં પણ વરસાદની સંભાવના છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં પણ હવામાન આજ રાતથી બદલશે. અહીં રાજધાની લખનઉ, કાનપુર, અયોધ્યા, રાયબરેલી, અમેઠી, બહરાઈચ, ગોંડા, બસ્તી, બાંદા, ચિત્રકૂટ, પ્રયાગરાજ, પ્રતાપગઢ, જૌનપુર, સુલ્તાનપુર, મિર્જાપુર, વારાણસીમાં આગલા 12 કલાક સુધી હળવો વરસાદ થઈ શકે છે.

હિમાચલ પ્રદેશમાં પણ વાદળ છવાયાં

હિમાચલ પ્રદેશમાં પણ વાદળ છવાયાં

જણાવી દઈએ કે આજે સવારથી જ હિમાચલ પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં વાદળ છવાયેલા છે. હવામાન ફરી એકવાર વલણ બદલતાં ઠંડી વધી ગઈ છે. ભારતીય હવામાન વિભાગ મુજબ આગલા 24 કલાક દરમિયાન દેશના કેટલાય રાજ્યોમાં તેજ વરસાદની આશંકા છે. વરસાદની સાથે જ ક્યાંક કરા પણ પડી શકે છે તો ક્યાંક આકાશીય વિજળી પણ ચમકી શકે છે.

અહીં પણ વાદળ વરસશે

અહીં પણ વાદળ વરસશે

જે જગ્યાએ વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે તે, ઝારખંડના ગોઈલોરમ, ચતરા, દેવઘર, ધનબાદ, દુમકા, ગઢવા, ગિરિડીહ, ગોડ્ડા, ગુમલા, હજારીબાગ, જામતાડા, ખુંટી, કોડરમા, લાતેહાર, લોહરદગા, પાકુડ, પલામૂ, રામગઢ, રાંચી, જયશોરમ, પૂર્વી ઉત્તર પ્રદેશ અને બિહારમાં હળવા વરસાદની સંભાવના છે જ્યારે અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં ઓલાવૃષ્ટિ થઈ શકે છે.

સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજથી, હંગામાના અણસાર, અમિત શાહના રાજીનામાની માંગસંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજથી, હંગામાના અણસાર, અમિત શાહના રાજીનામાની માંગ

English summary
IMD warning: rain alert in north east
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X