Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શ્રદ્ધાના હત્યારાને લઈને કોર્ટનો મહત્વનો આદેશ, કહ્યું- 5 દિવસમાં નાર્કો ટેસ્ટ કરવામાં આવે!

દિલ્હીના શ્રદ્ધા હત્યા કેસને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો અનુસાર, દિલ્હીની સાકેત કોર્ટે આરોપી આફતાબના નાર્કો ટેસ્ટ માટે 5 દિવસનો સમય આપ્યો છે.

નવી દિલ્હી : દિલ્હીના શ્રદ્ધા હત્યા કેસને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો અનુસાર, દિલ્હીની સાકેત કોર્ટે આરોપી આફતાબના નાર્કો ટેસ્ટ માટે 5 દિવસનો સમય આપ્યો છે. કોર્ટે આદેશ આપ્યો છે કે 5 દિવસમાં આરોપીનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે. અહીં તમને જણાવી દઈએ કે, પૂછપરછ દરમિયાન આફતાબ સતત પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો છે, જેને લઈને પોલીસે નાર્કો ટેસ્ટની પરવાનગી માંગી હતી.

delhi

કેસની વિગતે વાત કરીએ તો હજુ પણ કેટલાક સવાલોના જવાબ પોલીસને નથી મળ્યા. પોલીસ હત્યા માટે વપરાયેલુ હથિયાર, હત્યા સમયે બન્નેએ પહેરેલા કપડા સહિતની વસ્તુઓ શોધી રહી છે. પોલીસ તપાસમાં આરોપી આફતાબ પોલીસને ગુમરાહ કરી રહ્યો છે ત્યારે પોલીસે નાર્કો ટેસ્ટની પરવાનગી માંગી હતી.

અહીં એક મહત્વની વાત જણાવી દઈએ કે, નાર્કો ટેસ્ટ માટે આરોપીની પરવાનગીની પણ જરૂર પડે છે. કોર્ટે આરોપી આફતાબને કોર્ટે પૂછ્યું કે શું તે આ ટેસ્ટ માટે તૈયાર છે? જેના પર તેણે કહ્યું કે- હું મારી સંમતિ આપું છું. આ પછી કોર્ટે પાંચ દિવસમાં તેનો નાર્કો ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. પોલીસે માહિતી મેળવવા માટે થર્ડ ડિગ્રીનો ઉપયોગ ન કરવા પણ કોર્ટે કહ્યું છે.

આ પહેલા ગુરુવારે આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન કોર્ટે આફતાબના પોલીસ રિમાન્ડમાં 5 દિવસનો વધારો કર્યો હતો. આફતાબ અને શ્રદ્ધા ઘણા સમયથી લિવ-ઈનમાં હતા. ઘટનાના ઘણા દિવસો પહેલા તે હિમાચલ અને ઉત્તરાખંડ ગયો હતો. આ સ્થિતિમાં પોલીસ આફતાબને ત્યાં પણ લઈ જઈ શકે છે. મૃત્યુના 15 દિવસ પહેલા શ્રદ્ધાએ ઋષિકેશની વશિષ્ઠ ગુફામાંથી છેલ્લી રીલ પોસ્ટ કરી હતી. ત્યાં પણ દિલ્હી પોલીસની ટીમ તપાસ કરશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X