One Rank One Pension: સુપ્રિમ કોર્ટે નક્કી કરી ચુકવણીની ડેડલાઇન, 25 લાખ પૂર્વ સૈનિકોને મળશે રાહત

વન રેન્ક વન પેન્શન સુપ્રિમ કોર્ટનો નિર્ણય આવ્યો છે., જેમા નક્કી સમય મર્યાદામાં ચૂકવણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. નિર્ણયથી 25 લાખ પૂર્વ સૈનિકોને થશે લાભ

વન રેન્ક વન પેન્શન સ્કીમના આધારે સુપ્રિમ કોર્ટે પૂર્વ સૈનિકાને ચૂકવણી કરવાનો આદેશ આપી દિધો છે. જેના પર રક્ષા મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડ્યુ છે, જેમા પેન્શનની ચૂકવણી ચાર હપ્તામાં કરવાનું કહેવામાં આવ્યુ છે. પૂર્વ સૈનિક આ નોટિફિકેશનને લઇને સુપ્રિમ કોર્ટ પહોચ્યા હતા. જેના પર કોર્ટે નિર્ણય આવ્યો છે. જેમા તમામ ચૂકવણીની ડેડલાઇન નક્કી કરી દિધી છે.

OROP

કોર્ટે કહ્યુ કે, યોગ્ય પરિવારિક પેંશનરો અને વીરતા પુરસ્કાર વિજેતાઓને 30 એપ્રિલ 2023 સુધીમાં ચૂકવણી કરી દેવાામાં આવે. આ સિવાય કોર્ટે 70 વર્ષ કરતા વધારે ઉમરના પેન્શનરોને ચૂકવણી 30 જુન 2023 સુધીમાં કરવાનો નિર્દેશ આપી દિધો છે. શેષ પાત્ર પેન્શરોની 30 ઓગસ્ટ, 30 નવેમ્બર 2023 અે 28 ફેબ્રુઆરી 2024 ચૂકવણી કરવા માટે કહેવામાં આવ્યુ છે.

સીલબંધ કવર નોટ પર શુ થયુ ?
બીજી તરફ ચૂકવણીને લઇને કેન્દ્ર સરકારે સીલબંધ કવરમાં નોટ સુપ્રિમ કોર્ટમાં રજુ કરી હતી. જેના પર સુનવણી કરી રહેલા ખંડપીઠે નારાજગી વ્યક્ત કરી હતી. મામલામાં મુખ્ય ન્યાયાધીશ ડી.વાઇ. ચંદ્રચૂડ, જસ્ટીસ પીએસ નરસિમ્હા અને જસ્ટીસ જે.બી પાર્ડીવાલાની ખંડપીઠે કહ્યુ કે, અમે તેનો સ્વીકાર નહી કરીએ. હવે સીલબંધ કવરની પક્રિયાને બંધ કરવાનો સમય આવી ગયો છે. આ નિષ્પક્ષ અને ન્યાયની બુનિયાદી પ્રક્રિયાની વિપરીત છે.

રિપોર્ટ અનુસાર પૂર્વ સૈનિકોની સંખ્યા 25 લાખની આસપાસ છે. જેમને એરિયરની ચૂકવણી કરવામાં આવશે. આ એરિયસ 2019 થી આપવાનુ છે. મામલામાં નાણા મંત્રાલયનો પણ સમાવેશ થાય છે. જેણે એક સાથે ચૂકવણી કરવા અસમર્થતા જણાવી હતી. આ એરિયસ અંદારે 28 હજાર કરોડ રુપિયાની આશપાસ હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X