For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છૂટાછેડા માટેનું મુખ્ય કારણ નપુંસકતા!

By Super
|
Google Oneindia Gujarati News

impotence
નવી દિલ્હી, 19 માર્ચઃ ભારતમાં છૂટાછેડા પાછળ નપુંસકતા સૌથી મોટા કારણના રૂપમાં સામે આવી છે. એક અધ્યયનમાં એ વાતનો ખુલાસો કરવામાં આવ્યો છે. અધ્યયનમાં કહેવામાં આવ્યુ છે કે ભારતમાં 20થી 30 ટકા સુધી છૂટાછેડા સંતોષપ્રદ યૌન જીવનની ઇચ્છામાં થાય છે.

ભારતમાં આલ્ફા વન એન્ડ્રોલોજી ગ્રુપ તથા પુરુષોની જાતિય સમસ્યાનું સમાધાન કરનારા ચિકિત્સકોના સમ્મલિત રૂપમાં આ અધ્યયન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સ્તંભન દોષ અથવા નપુંસકતાથી પીડિત અંદાજે 2500 ભારતીય પુરુષો પર અધ્યયન કરવામાં આવ્યું. અધ્યયનમાં 40થી ઉમર બાદ 50 ટકા પુરુષોમાં સ્તંભન દોષની ફરિયાદ જોવા મળી. તથા 40ની ઉમર પહેલા તેનાથી 10 ટકા પુરુષો પ્રભાવિત હોવાનું જાણવા મળ્યું.

પુરુષ વિજ્ઞાની અને સર્જન અનૂપ ધીરે જણાવ્યું કે સ્તંભન દોષથી પીડિત 2500 પુરુષો પર કરવામાં આવેલા અધ્યયનમાં જાણવા મળ્યું છેકે શારીરિક સ્વાસ્થ્યના કારણે પ્રત્યેક પાંચમાંથી એક પુરુષના છૂટાછેડા થઇ ગયા તથા પ્રત્યેક 10માંથી એક પુરુષના લગ્નજીવન ભંગાણની નજીક છે. અધ્યયન અનુસાર અન્ય રોગોની અપેક્ષા નપુંસકતા અંગે લોકોની સમજ ઘણી જ ખરાબ છે તથા તેને ખોટી રીતે હેન્ડલ કરવામાં આવે છે, પરિણામે લગ્ન જીવન ભાંગી પડે છે.

અધ્યયન અનુસાર વિવાહિત જોડા દર વર્ષે એવરેજ 58 વખત અથવા તો અઠવાડિયામાં એક કે તેથી વઘારે વખત સમાગમ કરે છે. મધુમેહના કારણે સ્તંભન દોષ થવાનો ખતરો વધારે છે અને ત્યાર બાદ સૌથી મોટું કારણ ઉચ્ચ રક્તચાપ છે. અપોલો હોસ્પિટલમાં એન્ડોક્રાઇનોલોજિસ્ટ સી એમ બત્રાએ જણાવ્યું કે આજની જીવનશૈલી સાથે જોડાયેલી કેટલીક બાબતો જેમ કે, ધુમ્રપાન, મદિરાપાન, મોટાપા અને શારીરિક શ્રમની અછત વગેરે સ્તંભન દોષના અન્ય કારણો છે. ધીરે કહ્યું કે સ્વસ્થ લગ્ન જીવન માટે સમય, પ્રયાસ અને બન્ને વ્યક્તિઓ દ્વારા સામંજસ્યની જરૂર રહેલી છે.

ધીરે આગળ જણાવ્યું કે ભારતીય પુરુષોમાં આજે પણ સ્તંભન દોષ માટે ચિકિત્સકીય સલાહ લેવા માટે ઘણી કચવાટ છે. તેમને આ વાતનો અહેસાસ ત્યારે થાય છે જ્યારે તેમના લગ્ન જીવન તૂટવાની અણી પર આવી જાય છે અથવા તો તૂટી જાય છે.

English summary
Impotence is emerging as a major cause of divorce in India, says a recent study
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X