For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તો 26-11ના દોષીઓને સજા અપાવીશઃ ઇમરાન ખાન

By Super
|
Google Oneindia Gujarati News

imran-khan
નવીદિલ્હી, 7 નવેમ્બરઃ પાકિસ્તાનના તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના પ્રમુખ ઇમરાન ખાને કહ્યુ છે કે જો તે પ્રધાનમંત્રી બનશે તો તે પાકિસ્તાનમાં રહેલા 26/11 મુંબઇ હુમલાના ગુન્હેગારોને સજા અપાવશે.

ઇમરાન ખાનને એ વાતનો દાવો પણ કર્યો કે પ્રધાનમંત્રી તરીકે તેઓ એ સુનિશ્ચિત કરશે કે આતંકવાદી ગતિવિધિઓ માટે પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ ના કરે. ઇમરાન ખાને મેલ ટૂડેને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું છે, '' ભારતને સમજવું જોઇએ કે ન્યાયિક પ્રક્રિયામાં સમય લાગે છે, પરંતુ હું મુંબઇના ગુન્હેગારોને સજા અપાવીશ.''

નોંધનીય છે કે ઇમરાન ખાન હાલ વર્લ્ડ ઇકોનોમી ફોરમમાં હિસ્સો લેવા માટે ભારત આવેલા છે. અત્યારસુધી મુંબઇ હુમલાના મુખ્ય આરોપી હાફીઝ સઇદ પર સીધા પ્રહારો નહીં કરીને ઇમારાન ખાને કહ્યું કે , ભારત આ મુદ્દે વધારે દબાણ ઉભૂ કરી રહ્યું છે. હું પાકિસ્તાનને બચાવવા માટે આતંકવાદ વિરુદ્ધ જેહાદ છેડી દઇશ.

જો કે, ઇમરાન ખાનનું એ પણ માનવું છે કે આતંકવાદીઓને બદલી શકાય છે. તેમણે કહ્યું કે, આતંકના સરગનાઓમાં બદલાવ લાવી શકાય છે. મને પૂરો વિશ્વાસ છે કે તેમનો ઉપયોગ રાષ્ટ્રના વિકાસ માટે કરી શકાય છે. ઇન્સાન બદલાઇ શકે છે. હું તેમને અહેસાસ કરાવીશ કે આતંકનો માર્ગ કોઇ સમસ્યાનુ સમાધાન નથી.

કાશ્મીર સમસ્યામા સમાધાન અંગે તેમણે કહ્યું કે, તેના માટે એક રોડમેપ તૈયાર કરવો પડશે, જેથી ભારત-પાકિસ્તાન અને કાશ્મીરના લોકો એખ સાથે આમને-સામને બેસીને સમસ્યાનો સર્વસામાન્ય હળ કાઢી શકે.

English summary
Imran Khan said, I will bring the Mumbai perpetrators to justice. We have to follow the rule of law.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X