For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારમાં ચમકી તાવથી મરનારની સંખ્યા 110 પાર

બિહારમાં ચમકી તાવ બાળકો માટે સતત જીવલેણ બની રહ્યો છે. ચમકી તાવને કારણે બિહારમાં અત્યારસુધીમાં 110 બાળકોની મૌત થઇ ચુકી છે.

|
Google Oneindia Gujarati News

બિહારમાં ચમકી તાવ બાળકો માટે સતત જીવલેણ બની રહ્યો છે. ચમકી તાવને કારણે બિહારમાં અત્યારસુધીમાં 110 બાળકોની મૌત થઇ ચુકી છે. ચમકી તાવથી સૌથી વધારે પીડિત બાળકો પૂર્વ ચંપારણ જિલ્લામાં આવે છે. અહીં ચમકી તાવ ખુબ જ ઝડપથી બાળકોને પોતાની ઝપટમાં લઇ રહ્યો છે. અહીં 36 મામલા સામે આવ્યા છે. આ બધા જ બાળકોનો મુજ્જફરપુર અને પૂર્વ ચંપારણમાં અલગ અલગ હોસ્પિટલમાં ઉપચાર ચાલી રહ્યો છે.

ચમકી તાવ અટકી નથી રહ્યો

ચમકી તાવ અટકી નથી રહ્યો

પીડિત બાળકો વિશે વાત કરવામાં આવે તો સૌથી વધારે ચકિયાં પ્રખંડ ગામમાં બાળકો ચમકી તાવથી પીડિત છે. અહીં અત્યારસુધીમાં 5 બાળકોની મૌત થઇ ચુકી છે, જયારે 18 નવા દર્દીઓની ઓળખ થઇ છે જે મોતીહારી સદર હોસ્પિટલમાં દાખલ છે. સ્વાસ્થ્ય વિભાગ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આ મહામારીનું રૂપ લઇ ચૂક્યું છે અને તેને માટે અમે પૂરતી વ્યવસ્થા પણ કરી છે.

કુપોષિત બાળકો જલ્દી તેના શિકાર બને છે

કુપોષિત બાળકો જલ્દી તેના શિકાર બને છે

આપને જણાવી દઈએ કે ચમકી તાવનું મુખ્ય કારણ કુપોષણ છે. કુપોષિત બાળકોને આ તાવ જલ્દી સકંજામાં લે છે. બિહારમાં કુપોષણથી પીડિત મોટાભાગના બાળકો મહાદલિત પરિવારના છે. રવિવારે સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન મુજફ્ફરપુર ગયા હતા અને તેમને કહ્યું હતું કે આ બીમારીની ઓળખ માટે શોધ થવી જોઈએ. હજુ સુધી તેની ઓળખ નથી થઇ શકી. એટલા માટે મુજફ્ફરપુરમાં શોધ માટે સુવિધા વધારવી જોઈએ.

ચમકી તાવના લક્ષણ

ચમકી તાવના લક્ષણ

ચમકી તાવમાં બાળકોને સતત ભારે તાવ રહે જ છે. બાળકોના દાત કડકાડવા લાગે છે, આખો લાલ થઇ જાય છે કમજોરીને કારણે બાળક સાત બેભાન થાય છે. શરીર સુન્ન થઇ જાય છે. ઘણીવાર તો એવું પણ થાય છે કે બાળકને ચુતની ભરે ત્યારે પણ તેને ખબર નથી પડતી. જયારે સામાન્ય તાવ આવો નથી હોતો. આ તાવમાં બાળક હલી પણ નથી શકતો.

English summary
In Bihar, Kids suffering from AES increases death toll crosses 110
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X