For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘાયલોની મદદ કરનાર ને 5000 રૂપિયા ઈમાન મળશે

રોડ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોની મદદ કરનાર સાચા હીરો હોય છે. હવે તેમને ઇનામ પણ આપવામાં આવશે. આવા લોકોને પ્રોત્સાહન રૂપે કેટલાક રૂપિયા પણ આપવામાં આવશે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

રોડ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોની મદદ કરનાર સાચા હીરો હોય છે. હવે તેમને ઇનામ પણ આપવામાં આવશે. આવા લોકોને પ્રોત્સાહન રૂપે કેટલાક રૂપિયા પણ આપવામાં આવશે. આ પગલું છત્તીસગઢ રાયપુરમાં લેવામાં આવ્યું છે. કલેક્ટર ઓપી ચૌધરી ઘ્વારા આ નિર્ણય તાત્કાલિક લાગુ કરવામાં આવ્યો છે.

road accident

છત્તીસગઢ રાયપુરમાં કલેક્ટર ઓપી ચૌધરી ઘ્વારા શાનદાર નિર્ણય લેવામાં આવ્યો છે. તેમને નિર્ણય લીધો છે કે રોડ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોની મદદ કરનાર લોકોને ઇનામ આપવામાં આવશે. તેમને 5000 રૂપિયા ઇનામ તરીકે આપવામાં આવશે. મદદ કરનાર લોકોને આ ઇનામ રોડ ક્રોસ સોસાયટી ફંડમાંથી આપવામાં આવશે. કોઈ પણ વ્યક્તિ ઘાયલ થયેલા લોકોની મદદ કરશે અને તેમને હોસ્પિટલ લઈને જશે તેમને 24 કલાકની અંદર 5000 રૂપિયા રોકડા ઇનામ તરીકે આપવામાં આવશે.

આ મુદ્દે કલેક્ટર ઓપી ચૌધરી ઘ્વારા જણાવવામાં આવ્યું કે દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને યોગ્ય સમયે મદદ નથી મળી શકતી જેના કારણે લોકો જગ્યા પર જ મૃત્યુ પામે છે. બીજા લોકો પણ ઘાયલ થયેલા લોકોની મદદ કરે એટલા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. તેમને જણાવ્યું કે સુપ્રીમકોર્ટ ના આદેશ હોવા છતાં પણ લોકો ઘાયલોની મદદ કરતા નથી અને ત્યાંથી જતા રહે છે. આવી પરિસ્થિતિમાં લોકો ઘાયલ થયેલા લોકોની વધુમાં વધુ મદદ કરે એટલા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. કલેક્ટર ઓપી ચૌધરી રોડ સુરક્ષા સમિતિના ચેરમેન પણ છે.

English summary
In Chhatisgarh raipur people helping survivors road accident will be awarded with cash
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X