હિમાચલ પ્રદેશમાં વીરભદ્ર બનશે મુખ્યમંત્રી

કોંગ્રેસે હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી વીરભદ્રસિંહના નેતૃત્વમાં જ લડી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન વીરભદ્રસિંહની પર ભ્રષ્ટાચારના આરોપો પણ લગાવવામાં આવ્યા પરંતુ હિમાચલની જનતાએ તેની દરકાર કર્યા વગર સત્તા પક્ષ વિરુદ્ધ મતદાન કરી કોંગ્રેસને ફરી સત્તા પર આરૂઢ કરવાનો તખ્તો તૈયાર કરી દીધો છે.
કોંગ્રેસના 68 સીટોમાંથી 36 સીટો જીતી હતી જ્યારે બીજેપી 25 સીટો જ મેળવી શક્યું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાતના ચૂંટણી પરિણામોમાં ભાજપે 182માંથી 115, કોંગ્રેસે 61, જીપીપીએ 2, એનસીપીએ 1 અને અન્યોએ 3 બેઠક મેળવી છે. આ સાથે ગુજરાતમાં ફરી એકવાર નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બનવા જઇ રહ્યા છે.












Click it and Unblock the Notifications
