Himalchal Pradesh: તારાજી વચ્ચે રાહતના વીડિયો, પંચવક્ત મંદિરને ટચ થઇને પુર પસાર, જળસ્તર ઘટ્યુ
હિમાચલ પ્રદેશમાં થોડા દિવસોથી ભારે વરસાદથી સમગ્ર રાજ્યમાં ભરે તારાજી સર્જાઇ હતી. જન જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ હતુ. કોરોડની સંપત્તિને જલમગ્ન થયા બાદ ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવી ચૂક્યા છે. તો મંડીની વંચવક્ત મંદિરના દ્રશ્ય સામે આવ્યા છે.

જણાવી દઇએ કે, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને પગલે ભારે તારાજી સર્જાઇ હતી. સૌથી વધારે અસર મંડીમાં જોવા મળી હતી. પુરને લીધે મંડીમાં સિકેતિ અને બ્યાસ નદીમાં સંગમ પર બનેલા પંચવક્ત મહાદેવ મંદિર પણ ડૂબી ગયુ હતુ. હવે નદીનુ જળસ્તર ઓછુ થઇ રહ્યુ છે.
જો કે વીડિયોમાં જોઇ શકાય છે કે, મંદિરમાથી પાણી ઘટી રહ્યુ છે. પુરનું પાણીનો સ્ત્રાવ પણ થોડો ઓછો થઇ રહ્યો છે. કાલે અચાનક મંદિરને પુરનો સામનો કરવો પડ્યો હતો . જેના લીધે અંદર સુધી પાણી ઘુસી ગયા હતા. અને મંદિર લગભગ ડૂબી ગયુ હતુ.
જણાવી દઇએ કે, સંદિઓ જુના મંદિરમાં ભગવાન શિવની પંચમુખી પ્રતિમા છે. એ જ કારણથી આ મંદિરનું નામ પંચવક્ત મંદિર છે. જો સામેથી જોવામાં આવે તો ભગવાન શિવના ત્રણ મુખ નજર આવે છે. આ મંદિરની ઇમારત સુરક્ષિત છે. તેના જવાબદારી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા પાસે છે.












Click it and Unblock the Notifications
