For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'2014 ચૂંટણીમાં NDAને 300 બેઠકો અને કોંગ્રેસને 100 બેઠકો'

|
Google Oneindia Gujarati News

લખનઉ, 19 સપ્ટેમ્બર: યોગગુરુ બાબા રામદેવે આજે અત્રે દાવો કર્યો છે કે 2014માં યોજાનારી લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસ પાર્ટી તૂટી જશે. રામદેવે અત્રે પંતજલિની નવી શાખાનું ઉદઘાટન કર્યા બાદ પત્રકારોને જણાવ્યું કે 'હું આજ એક રાજનૈતિક ભવિષ્યવાણી કરું છું કે આગામી લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસ તૂટી જશે.'

તેમણે દાવો કર્યો કે 'ચૂંટણીમાં કોંગ્રેસ 100 બેઠકોની અંદર જ સમેટાઇ જશે અને ભાજપાની એનડીએને 300થી વધારે બેઠકો મળશે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આ ચૂંટણી બાદ પાર્ટીને સંભાળી શકશે નહીં અને તેમની પાર્ટી વેરવિખેર થઇ જશે. કોંગ્રેસના વાસ્તવિક યોગ્ય નેતા અથવા તો બીજી પાર્ટી બનાવી લેશે અથવા તો અન્ય દળોમાં સામેલ થઇ જશે. કોંગ્રેસ મૃત્યુ શૈયા પર છે.'

રામદેવે એક સવાલના જવાબમાં જણાવ્યું કે રાજનૈતિક દળોથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે અને ભાજપાના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનું સમર્થન કરી રહ્યા છે, ફિલહાલ તેમની પાર્ટીનું નહીં.

narendra modi
તેમણે જણાવ્યું કે 'હું તે મુદ્દાઓને લઇને મોદીનું સમર્થન કરી રહ્યો છું કારણ કે તેમણે વિકાસનું કાર્ય કરીને બતાવ્યું છે, જો ભાજપા પોતાની ચૂંટણીની જાહેરાતપત્રમાં અમારા વિચારો અને સિદ્ધાંતોને 100 ટકા માને છે અને અમે તેમનું સમર્થન કરવાનો પણ વિચાર કરી શકીએ છીએ.' મુઝફ્ફરનગરમાં હાલમાં થયેલા રમખાણોને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા યોગગુરુએ જણાવ્યું કે તેના દોષિઓ સામે કડક કાર્યવાહી થવી જોઇએ.

રમખાણના મામલામાં ભાજપાના વિધાયકોની પણ ધરપકડ થવી જોઇએ? જેના જવાબમાં તેમણે જણાવ્યું કે 'જેમણે લોકોને ભડકાવ્યા છે તેમને સજા મળવી જ જોઇએ પછી ભલેને કોઇ પણ પાર્ટીના હોય. મુખ્યમંત્રી અખિલેશ યાદવ યુવાન છે, મને આશા છે કે તેઓ રાજધર્મ અપનાવશે.'

તેમણે સ્વદેશી અપનાવવા પર ભાર આપતા જણાવ્યું કે હાલમાં પાંચ હજારથી વધારે વિદેશી કમ્પનીઓ ભારતને લૂંટી રહી છે અને દેશ આર્થક અનિશ્ચિતતા તથા આર્થિક અરાજકતા તરફ વધી રહ્યો છે. એવામાં સ્વદેશી અભિયાનની એકવાર ફરી જરૂરિયાત છે. રામદેવે જણાવ્યું કે અભિયાન અંતર્ગત પતંજલિ દેશના દરેક રાજ્યમાં પોતાની ઉત્પાદન શાખા લગાવશે. જેનાથી દેશના હજારો લોકોને રોજગાર મળશે.

English summary
In 2014 Lok Sabha poll NDA will get 300 sits and Congress only 100 : Baba Ramdev
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X