For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લુધિયાણામાં આપ સાંસદ સંજીવ અરોરાએ વિદ્યાર્થિનીઓને ડિગ્રી એનાયત કરી.

પંજાબના લુધિયાણામાં ગવર્નમેન્ટ કોલેજ ફોર ગર્લ્સમાં વાર્ષિક દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં આમ આદમી પાર્ટીના સાંદ સંજીવ અરોરા હાજર રહ્યાં હતા.

By Desk
|
Google Oneindia Gujarati News

ચંદીગઢ : પંજાબના લુધિયાણામાં ગવર્નમેન્ટ કોલેજ ફોર ગર્લ્સમાં વાર્ષિક દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં આમ આદમી પાર્ટીના સાંદ સંજીવ અરોરા હાજર રહ્યાં હતા. તેમણે અહીં સંબોધન કરતા ઉત્તમ ધોરણ જાળવવામાં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. દિક્ષાંત સમારોહમાં તેમણે 750 વિદ્યાર્થીનીઓને પદવી એનાયત હતી.

Sanjeev Arora

તેમણે ડિગ્રી ધારકોને અભિનંદન આપતા કહ્યું કે, સારા રાષ્ટ્રના નિર્માણ માટે મહિલા સશક્તિકરણ જરૂરી છે. શિક્ષિત મહિલા હંમેશા દેશના ભાવિ બાળકોને ઉછેરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે ડિગ્રી ધારકોને લગ્ન પછી પણ માત્ર ગૃહિણી ન બનવા પરંતુ તેમના સપના સાકાર કરવા અને તેમના શિક્ષણનો ભરપૂર ઉપયોગ કરવા તમામ પ્રયાસો કરવા કહ્યું.

સંજીવ અરોરાએ ડિગ્રીધારકોની પ્રશંસા કરતા કહ્યું કે. આ ખરેખર સારું છે કે તમામ વિદ્યાર્થીઓ તેમના ચહેરા પર સ્મિત સાથે ડિગ્રી લેવા આવ્યા હતા. તેમણે કન્યાઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે કોલેજ દ્વારા કરવામાં આવતા પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે કોલેજ માત્ર 25 છોકરીઓ સાથે શરૂ કરવામાં આવી હતી. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, કારણ કે વધુને વધુ છોકરીઓ ભણવા માંગે છે, જે વિદ્યાર્થીઓની સંખ્યા વધીને 3,000 થઈ છે તે હકીકત પરથી સ્પષ્ટ થાય છે.

સાંસદ સંજીવ અરોરાએ કોલેજના પ્રિન્સિપાલ સુમન લતા અને સ્ટાફની માંગનો ઉલ્લેખ કરીને ફંડમાંથી 50 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ ગ્રાન્ટ કોલેજના સર્વાંગી માળખાકીય વિકાસ માટે ચાલુ અને આગામી નાણાકીય વર્ષ દરમિયાન બે હપ્તામાં સમાનરૂપે ફાળવવામાં આવશે.

English summary
In Ludhiana, AAP MP Sanjeev Arora awarded the degrees to the students.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X