મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડીએ બીજેપીને પછાડવા ચૂંટણીની તૈયારી શરૂ કરી
Maharashtra Assembly election 2024 : લોકસભા ચૂંટણીમાં બીજેપીને ખરાબ રીતે હરાવ્યા બાદ મહાવિકાસ અધાડીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી છે.
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ઈન્ડિયા બ્લોક અને એનડીએ ચૂંટણી માટે પોતપોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આ ક્રમમાં કોંગ્રેસે મહા વિકાસ અઘાડીના સહયોગીઓ સાથે વાતચીત માટે એક સમિતિની રચના કરી છે. આ સમિતિમાં નાના પટોલે, બાળાસાહેબ થોરાત, વિજય વડેટ્ટીવાર, પૃથ્વીરાજ ચવ્હાણ, ડૉ. નીતિન રાઉત, આરિફ નસીમ ખાન અને સતેજ (બંટી) પાટીલના નામ સામેલ છે.
કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે ચૂંટણી સમિતિની રચના અંગે માહિતી આપી છે. કેસી વેણુગોપાલે આ અંગે એક પત્ર જારી કર્યો.
કોંગ્રેસના મહાસચિવ દ્વારા જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષે મુંબઈ માટે ત્રણ નેતાઓની એક સમિતિ બનાવી છે. જેમાં વર્ષા ગાયકવાડ, અશોક જગતાપ (ભાઈ જગતાપ) અને અસલમ શેખનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ તમામ નેતાઓ કોંગ્રેસ તરફથી શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) અને NCP (શરદ પવાર જૂથ)ના નેતાઓ સાથે બેઠક કરશે. આ બેઠકનો હેતુ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં બેઠકોની વહેંચણીને લઈને હશે. આ નેતાઓ એ પણ નક્કી કરશે કે કોંગ્રેસ રાજ્યમાં કઈ બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે.
આ પહેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમની પાર્ટી MNS મહારાષ્ટ્રમાં 200 થી 250 સીટો પર એકલા ચૂંટણી લડશે.












Click it and Unblock the Notifications
