ભાજપમાં સગાઇ પહેલા હનીમૂનની તૈયારી!

લખનઉ, 15 મે: એક્ઝિટ પોલથી ઉત્સાહિત ભાજપા નેતા અને કાર્યકરો જોશમાં હોશ ખોઇ બેઠા છે અને જાણતા-અજાણતા પાર્ટીનું નામ ખરાબ કરવામાં લાગ્યા છે. મતગણના પહેલા જ મેરઠ શહેરમાં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવાની શુભેચ્છા પાઠવતા હોર્ડિંગ લાગી ગયા છે.

ગઢરોડ, હાપુડ રોડ, વિશ્વવિદ્યાલય માર્ગ, બાગપત તિરાહા, બેગમપુલ રોડ સહિત ઘણી જગ્યાએ આ હોર્ડિંગ લાગ્યા છે. આની પર મોદીની સાથે જ પ્રદેશ અધ્યક્ષ ડૉ. લક્ષ્મીકાંત વાજપેઇ, સાંસદ રાજેન્દ્ર અગ્રવાલ અને હોર્ડિંગ લગાવનાર વિજેન્દ્ર ગુપ્તા ઉર્ફ પપ્પુ બિલ્ડરના ફોટા લાગેલા છે.

narendra modi
આ હોર્ડિંગ્સને જે પણ જુવે છે તે આની પર ચર્ચા જરૂર કરે છે. એક ભાજપ નેતાએ નામ નહીં છાપવાના અનુરોધ કરતા જણાવ્યું કે જો પરિણામ વિપરીત આવ્યા, તો ફજેતી થઇ જશે. આટલી જલદી હોર્ડિંગ્સ ન્હોતા લગાવવા જોઇતા.

ભાજપના ક્ષેત્રીય મહામંત્રી જયકરણ ગુપ્તાનું કહેવું છે કે નિશ્ચિત રીતે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએની સરકાર બની રહી છે. હોર્ડિંગ કોઇ કાર્યકર્તાએ અતિ ઉત્સાહમાં લગાવ્યા હશે. પાર્ટીનું આની સાથે કોઇ લેવા દેવા નથી. થોડી રાહ જોવી જોઇતી હતી. જોકે પાર્ટી નેતૃત્વના પોસ્ટર-લીલાથી પોતાના હાથ ઊંચા કરી લીધા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X