પંજાબ જેલ પર ખાલિસ્તાનીઓનો આતંકી હુમલો, 5 ને છોડાવી ગયા, એંકાઉંટરના આદેશ

Subscribe to Oneindia News

પંજાબની નાભા જેલ પર 10 હથિયારધારી લોકોએ હુમલો કર્યો અને ખાલીસ્તાની સંગઠનના પ્રમુખ હરમિન્દર સિંહ મિંટુ સહિત 5 ગેંગસ્ટરને છોડાવી લઇ ગયા. પોલિસ યુનિફોર્મમાં ઘૂસી ગયા હતા ખાલીસ્તાની અત્યાર સુધીમાં મળેલા રિપોર્ટ અનુસાર 10 હથિયારધારી પોલિસના યુનિફોર્મમાં હતા. તેમણે નાભા જેલ પર હુમલો કર્યો અને લગભગ 100 રાઉંડ અંધાધૂંધ ગોળીબાર કર્યો. પોલિસે સ્થળ પર પહોંચીને આ મોટી જેલબ્રેકની તપાસ ચાલુ કરી છે.

punjabjail

ખાલીસ્તાની પ્રમુખ સહિત 5 ગેંગસ્ટર્સને છોડાવ્યા

હુમલાખોરો જેલ તોડીને ખાલીસ્તાન લિબરેશન ફોર્સના ચીફ હરમિન્દર સિંહ મિંટુ સાથે ગેંગસ્ટર ગુરપ્રીત સિંહ, વિકી ગોંદર, નીતિન દેઓલ અને વિક્રમજીત સિંહ વિકીને છોડાવીને લઇ ગયા.

જેલબ્રેક બાદ પંજાબમાં હાઇ એલર્ટ

આ મોટી જેલબ્રેક બાદ 5 ખૂંખાર ગુનાખોરો ભાગી ગયા છે. પંજાબમાં હાઇ એલર્ટ જારી કરી દેવામાં આવ્યુ છે. હુમલાખોરોના ગોળીબારમાં હવાલદાર જગમીત સિંહ અને અવતાર સિંહ ઘાયલ થયા છે. હુમલાખોરો હવાલદાર જસવિન્દર સિંહની એસએલઆર પણ છીનવીને લઇ ગયા.

nabhajail

ગેંગસ્ટર્સના એનકાઉંટરના આદેશ

ઘટના બાદ હરકતમાં આવેલી પંજાબ સરકારે ત્વરિત કાર્યવાહી કરીને જેલ ડીજીપીને સસ્પેંડ કરી દીધા. પંજાબના મુખ્યમ6ત્રી સુખબીર સિંહ બાદલે જણાવ્યુ કે જેલ સુપ્રીટેંડંટ અને જેલના ડેપ્યુટી સુપ્રીટેંડંટને સસ્પેંડ કરી દીધા છે. ઉપરાંત સરકારે જરુરત પ્રમાણે એનકાઉંટરના આદેશ આપી દીધા છે.

બહુ સુનિયોજિત હતો આ હુમલો?

જેલબ્રેકની ઘટના સવારે લગભગ 8 વાગે બની. 10 હથિયારધારી લોકો પોલિસના યુનિફોરર્મમાં આવ્યા. તે લોકો એવી રીતે આવ્યા હતા જાણે કેદીઓને અદાલતમાં લઇ જવા માટે આવ્યા હોય. તેઓ છળકપટથી જેલમાં ઘૂસી ગયા અને અંધાધૂંધ ગોળીબાર કરીને જેલબ્રેકને અંજામ આપ્યો. ઉલ્લેખનીય છે કે નાભા જેલ હાઇ સિક્યોરિટી જેલ છે. તપાસ કરવામાં આવી રહી છે કે આખરે કેવી રીતે આ શક્ય બન્યુ.

harmindar

કોણ છે આ હરમિન્દર સિંહ મિંટુ

પંજાબ પોલિસે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇંટરનેશનલ એરપોર્ટ પરથી 2014 ના નવેમ્બરમાં થાઇલેંડથી આવી રહેલ ખાલીસ્તાની ચીફ હરમિન્દર સિંહ મિંટુની ધરપકડ કરી હતી.

10 આતંકી ઘટનાઓમાં હરમિન્દર સિંહ શામેલ

ઓછામાં ઓછી 10 આતંકવાદી ઘટનાઓમાં શામેલ ખાલીસ્તાની આતંકી પ્રમુખ હરમિન્દર સિંહ મિંટુની પોલિસ તપાસ કરી રહી હતી. 2008 માં ડેરા સચ્ચા સૌદા ગુરમીત રામ રહીમ સિંહ પર હુમલો અને 2010 માં લુધિયાના પાસે હલવારા એરફોર્સ સ્ટેશન પાસે વિસ્ફોટકો રાખવાના કેસમાં હરમિન્દર સિંહ મિંટુ શામેલ હતો. પંજાબમાં શિવસેનાના ત્રણ નેતાઓની હત્યાનું ષડયંત્ર રચવાના કેસમાં તે પણ દોષિત હતો.

sukhbirsingh

પહેલા બબ્બર ખાલસાનો આતંકી હતો હરમિન્દર

ખાલીસ્તાન લિબરેશન ફોર્સનો મેમ્બર બનતા પહેલા 49 વર્ષનો હરમિન્દર સિંહ મિંટુ આતંકી સંગઠન બબ્બર ખાલસાનો સભ્ય હતો જેનો લીડર વાધવા સિંહ હતો. બાદમાં બબ્બર ખાલસાથી અલગ થઇને તે ખાલીસ્તાન લિબરેશન ફોર્સનો ચીફ બની ગયો.

પાકિસ્તાનના આઇએસઆઇ સાથે સંબંધ

ભારતની સુરક્ષા એજંસીઓનું કહેવુ છે કે પાકિસ્તાનની ખુફિયા એજંસી આઇએસઆઇ સાથે પણ હરમિન્દર સિંહ જોડાયેલો છે. આઇએસઆઇ પાસે હરમિન્દર ટ્રેનિંગ લઇ ચૂક્યો છે અને આતંકી ગતિવિધિઓને અંજામ આપવા માટે તેણે ફંડની પણ મદદ લીધી. તે ઘણી વાર પાકિસ્તાન ગયો છે. આઇએસઆઇના પૈસા પર જ હરમિન્દર 2010 અને 2013 માં યુરોપ ગયો. ત્યાં ઇટલી, બેલ્જિયમ, જર્મની, ફ્રાંસ અને બીજા દેશોમાં તેણે એવા લોકોનો સંપર્ક કર્યો જે ભારતમાં આતંકી ગતિવિધિઓ માટે સહયોગ આપી શકે. 2013 માં તે પહેલા પાકિસ્તાન ગયો હતો અને ત્યારબાદ યુરોપ ગયો.

simi

નકલી પાસપોર્ટ પર પ્રવાસ કરતા પકડાયો

2014 માં જ્યારે તેની દિલ્હીના આઇજીઆઇ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી ત્યારે તે મલેશિયાના નકલી પાસપોર્ટ પર પ્રવાસ કરી રહ્યો હતો. પાસપોર્ટમાં તેનુ નામ ગુરદીપ સિંહ હતુ.

દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં ફેલાયેલુ છે હરમિન્દરનું નેટવર્ક

આતંકી હરમિન્દર સિંહ મિંટુ વિશે કહેવામાં આવે છે કે તેણે યુરોપ જ નહિ પૂર્વ એશિયાના દેશ કંબોડિયા, લાઓસ, મ્યાનમાર અને થાઇલેંડમાં નેટવર્ક ફેલાવ્યુ છે. આ આતંકી થાઇલેંડથી પોતાના ઓપરેશનને અંજામ આપતો હતો.

English summary
In Nabha jail, ten armed men fired many rounds and take along Khalistani chief Harminder Singh Mintoo and four others.
Please Wait while comments are loading...