બીજા રાજ્યોમાં પણ બીજેપીએ ગુજરાત જેવી રણનીતિ અપનાવી, બુથને મજબુત કરવાની રણનીતિ પર કામ શરૂ
બીજેપી કેન્દ્રમાં સત્તાના 9 વર્ષ પુરા થતા ઉજવણીના ભાગરૂપે વિશેષ અભિયાન ચલાવી રહી છે. આ અભિયાન અંતર્ગત બીજેપીએ રાજસ્થાનમાં મારૂ બુથ સૌથી મજબુત અભિયાન શરૂ ક્યુ છે. પાર્ટીએ ગોવાથી આવેલા બુથ વિસ્તારકો સાથે આ બાબતે સંવાદ કર્યો હતો.
આ સંવાદ દરમિયાન વિસ્તારકોએ સાત દિવસ દરમિયાન કરેલી બુથ સમિતિઓ અને પેજ પ્રમુખની ચકાસણી દરમિયાન થયેલી કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ સિવાય આગામી રાજસ્થાન વિધાનસભા અને 2024ની લોકસભાની ચૂંટણીમાં બૂથ પર થનારી કામગીરી માટે ટિપ્સ પણ અપાઈ હતી.

અહીં બુથ વિસ્તારકોએ જણાવ્યુ કે, જો બૂથ પર કામ કરીએ અને બૂથને મજબૂત કરીએ તો ગુજરાતની તર્જ પર રાજસ્થાન પણ જીતી શકાય તેમ છે.
ગોવાથી આવેલા વિસ્તારકોએ ત્રણેય એસેમ્બલીની કોન્ફરન્સમાં પોતાના અનુભવો શેર કર્યા અને કહ્યું કે, ચૂંટણીમાં સોશિયલ મીડિયાને મહત્ત્વ આપતાં આપણે બૂથ સ્તર સુધી પ્રભાવશાળી મીડિયા પ્રભાવકો અને સોશિયલ મીડિયા પર સક્રિય કાર્યકરોને ઉમેરીને WhatsApp ગ્રુપ બનાવવા પડશે.
આ ગ્રુપમાં ભારતીય જનતા પાર્ટીની નીતિઓ, કાર્યપ્રણાલીઓ અને કેન્દ્ર સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો શક્ય તેટલો પ્રચાર-પ્રસાર કરવો પડશે. એક બુથ સમ્મેલન શાસ્ત્રીનગર સ્થિત સ્ટીલ ભવનમાં સૂરસાગર વિધાનસભા મત વિસ્તારના યોજાયુ હતુ. બીજુ સરદારપુરા વિધાનસભા મતવિસ્તારના પૌટાના ડો.શ્યામા પ્રસાદ મુખર્જી પાર્ક ખાતે કરવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
