ગોવામાં ગર્જ્યા મોદી, બુરાઇઓ માટે કોંગ્રેસ જવાબદાર
પણજી, 13 જાન્યુઆરી: કોંગ્રેસ પર વોટબેંકના રાજકારણનો આરોપ લગાવતાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી સુશીલકુમાર શિંદે દ્વારા રાજ્ય સરકારો પાસેથી અલ્પસંખ્યક સમુદાયના સભ્યો વિરૂદ્ધ આતંકવાદના કેસોની સમીક્ષા કરવા માટે કહેતાં રવિવારે તેમને આડે હાથ લીધા હતા.
નરેન્દ્ર મોદીએ વિજય સંકલ્પ રેલીને સંબોધિત કરતાં કહ્યું હતું કે 'તેમની હિંમત તો જુઓ, તે સાંપ્રદાયિક રાજકારણ કરી રહ્યાં છે. ગૃહમંત્રીએ રાજ્ય સરકારોને પત્ર લખ્યો છે કે જો તમે કોઇ કાયદો તોડનારને પકડો છો તો જુઓ મુસ્લિમની ધરપકડ ન કરવામાં આવે. આવું કેમ? શું કોઇ કાયદો તોડનારનો કોઇ ધર્મ હોતો નથી.'
તેમને કહ્યું હતું કે 'શું ધર્મ દ્વારા કાયદો તોડનારનો નિર્ણય કરવામાં આવશે કે તેની ધરપકડ કરવામાં આવે કે પછી છોડી દેવામાં આવે? ધર્મના આધાર પર કોઇ ભેદભાવ થવો ન જોઇએ. કોઇને કોઇ ધર્મ વિશેષનો હોવાથી સજા ન આપવી જોઇએ પરંતુ આ બધા પર લાગૂ થવું જોઇએ. વોટબેંકનું રાજકારણ થવું ન જોઇએ.'
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જ્યારે વડાપ્રધાનને આ પ્રકારના પત્રો વિશે પૂછવામાં આવે છે તો તે તેના પર આશ્વર્ય વ્યક્ત કરે છે અને કહે છે કે તે આ કેસને જોશે. આનાથી સ્પષ્ટ થાય છે કે આ પ્રકારની પ્રતિક્રિયા શું વ્યક્ત કરે છે. ભાજપના નેતા પર્યાવરણ મંત્રીના પદેથી જયંતી નટરાજનને દૂર કરવાનો પરોક્ષ રીતે ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે પ્રથમ વાર તેમને 'જયંતી ટેક્સ' વિશે સાંભળ્યું, તે જયંતી નટરાજના કાર્યકાળ દરમિયાન લાગેલા આરોપોનો ઉલ્લેખ કરી રહ્યાં હતા.
તેમને કહ્યું હતું કે 'પર્યાવરણ મંત્રાલયને લઇને હાહાકાર મચ્યો અને બધી ફાઇલો અટકાવી દેવામાં આવી. પૈસા વિના કોઇ ફાઇલ આગળ વધતી નથી. અમે ઇન્કમ ટેક્સ, વેચાણ ટેક્સ અને એક્સાઇઝ ડ્યૂટી વિશે સાંભળ્યું છે પરંતુ પ્રથમ વાર દિલ્હીમાં જયંતી ટેક્સ સાંભળ્યું જેના વગર કંઇપણ આગળ વધતું નથી.' નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'જ્યાં સુધી ચૂકવણી કરવામાં આવતી નથી, પર્યાવરણ મંત્રાલયમાં ફાઇલ આગળ વધતી નથી. મને આ પ્રકારનો અનુભવ ક્યારેય થયો નથી કારણ કે મને તેની જરૂરિયાત પડી નથી પરંતુ અમે આ મુદ્દે હેરાન છીએ. તેમને કયા પ્રકારની વ્યવસ્થા વિકસાવી છે.'
નટરાજને કહ્યું હતું કે 'આ અંગત બાબત છે. તેમને જે કહ્યું તેને હું નકારી કાઢું છું. આ સંપૂર્ણ રીતે પાયાવિહોણું છે. ગુજરાતમાં અનેક પર્યાવરણ સંબંધ ઉલ્લંઘન થયા. તે પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યાં છે. હું દરેક વસ્તુની વિરૂદ્ધ છું.' પર્યાવરણ સંબંધ મુદ્દાઓને લઇને ખોદકામ પર પ્રતિબંધના વિષય પર નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેમની પાર્ટી પર્યાવરણને બચાવશે અને અર્થવ્યવસ્થામાં મદદ માટે ખનનમાં પારદર્શિતા લાવશે.
નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી સહિત ગાંધી પરિવાર પર નિશાન તાક્યું હતું અને તેમના પર આઝાદી પછી અને પહેલાં 50 વર્ષને બરબાદ કરવાનો તથા સંવૈધાનિક સંસ્થાઓને નબળી કરવાનો આરોપ લગાવ્યો હતો.
ભાજપના નેતાએ કહ્યું હતું કે 'લોકો મને પૂછે છે કે તમે અલગ કેવી રીતે છો. હું તેમને કહું છું કે અમે આ બુરાઇઓને દૂર કરીશું. અમે વિકેન્દ્રિકરણમાં વિશ્વાસ ધરાવીએ છીએ અને તેમાં એક જવાબદેહી હશે.' ગજુરાતના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે કોંગ્રેસ એવી સંસ્કૃતિનું પ્રતિક બની ગઇ છે જેમાં 'ભ્રષ્ટાચાર, વંશવાદનું રાજકારણ, પિતૃ સત્તા, સાંપ્રદાયિકતા, વોટબેંકનું રાજકારણ' છે તો બીજી તરફ ભાજપ દેશમાંથી આ બધી બુરાઇઓને હટાવવા માટે સંકલ્પિત છે.












Click it and Unblock the Notifications
