For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંસદમાં આજેઃ OBCને લગતા અમુક અહેવાલો રજૂ કરવામાં આવશે, જાણો આજે સંસદમાં શું-શું થશે

લોકસભાએ બુધવારે આસિસ્ટેડ રિપ્રોડક્ટીવ ટેકનોલૉજી(રેગ્યુલેશન) બિલ પસાર કર્યુ. જાણો આજે શું-શું થશે સંસદમાં

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ લોકસભાએ બુધવારે આસિસ્ટેડ રિપ્રોડક્ટીવ ટેકનોલૉજી(રેગ્યુલેશન) બિલ પસાર કર્યુ. આ દરમિયાન પણ સરકારે ઈન્ટરનેટ પર મોટા ટેક પ્લેટફૉર્મના વર્ચસ્વ પર પોતાનો જવાબ દાખલ કર્યો. ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે એક લેખિત જવાબમાં કહ્યુ, 'સરકાર ઈન્ટરનેટ પર વિવિધ મોટા ટેકનિકલ પ્લેટફૉર્મના પ્રભુત્વના વધતા જોખમોથી અવગત છે અને તેને પહોંચી વળવા માટે ઉપકરણ અને ક્ષમતાઓને તૈનાત કરી રહી છે..(અમે) સક્રિય રીતે સોશિયલ મીડિયા મધ્યસ્થો સાથે કામ કરી રહ્યા છે. આ અંગે મંત્રાલય દ્વારા કાયદાના અધિનિયમનો વર્તમાનમાં કોઈ પ્રસ્તાવ નથી.'

loksabha

લોકસભામાં આજે

સામાજિક ન્યાય પર સ્થાયી સમિતિના 26માં રિપોર્ટ રજૂ કરવામાં આવશે. રસાયણ અને ખાતર મંત્રાલયના બંધ અને બીમાર ખાતર એકમોના પુનરુદ્ધાર પર તેમનો અઢારમો રિપોર્ટ(સત્તરમી લોકસભા)માં સમાવિષ્ટ સમિતિના અવલોકનો/ભલામણો પર સરકાર દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી અંગેનો ચોવીસમો અહેવાલ રજૂ કરવાની છે.

રાજ્યસભામાં આજે

ડેમની નિષ્ફળતા સંબંધિત આપત્તિઓ અટકાવા માટે નિર્દિષ્ટ ડેમની દેખરેખ, નિરીક્ષણ, સંચાલન અને જાળવણી માટે તેમની સલામત કામગીરીની ખાતરી કરવા માટે સંસ્થાકીય મિકેનિઝન પ્રદાન કરવા અને તેની સાથે જોડાયેલી અથવા તેની સાથે સંબંધિત બાબતો માટે લોકસભા દ્વારા પસાર કરવામાં આવેલ આ બિલ પર વધુ વિચારણા કરવામાં આવશે. રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ લિમિટેડ(RCF)માં રોજગારમાં ઓબીસીનુ પ્રતિનિધિત્વ સુરક્ષિત કરવા અને તેમના કલ્યાણ માટે હાથ ધરવામાં આવેલા પગલાં અંગેનો અહેવાલ રજૂ કરવામાં આવશે.

English summary
In Parliament today: OBC related reports to be talbled. Know what will happen in Parliament today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X