• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મ્યાનમાર ઓપરેશન: તસવીરોમાં જુઓ કોણ હતા તે બહાદૂર જવાનો

|

"કૂર્તો સીવડાવો હતો, દરજી જ્યારે પૂછ્યું કે છાતી કેટલી? મેં ગર્વથી કહ્યું 56 ઇંચની" ભારતીય સેનાની બહાદૂરી પર ગર્વ કરવાતી આવી જ કેટલીક પોસ્ટ હાલ સોશ્યલ મિડિયા પર છવાયેલી જોવા મળે છે.

અને આવું થવું પણ જોઇએ કારણકે ભારતીય સેનાએ કામ જ તેવું ગૌરવપૂર્ણ કર્યું છે. મ્યાનમારની સીમામાં ધૂસીને મણિપુરમાં આપણા 18 સૈનિકોને મારનાર 100 જેટલા ઉગ્રવાદીઓને સેનાએ મોતને ઘાટ ઉતાર્યા છે. અને તેમના બે કેમ્પને પણ ઉડાવી દીધા છે.

ભારતીય સેનાએ ખૂબજ ગુપ્તરીતે આ યોજનાને અંજામ આપી મણિપુરમાં માર્યા ગયેલા 18 શહિદોને સન્માન આપ્યું છે. ત્યારે નીચેના ફોટોસ્લાઇડરમાં આ સમગ્ર ઓપરેશનની કેટલીક રોચક વાતો જાણો...

રણનિતી

રણનિતી

4 જૂને મણિપુરમાં ચંદેલ જિલ્લામાં ધાત લગાવીને ઉગ્રવાદીઓએ સેનાના 18 સૈનિકોને માર્યા. જે બાદ કેન્દ્ર સરકાર અને લશ્કરે ઉચ્ચર સ્તરીય બેઠક બોલાવી આ હુમલાનો સણસણતો જવાબ આપવાનું નક્કી કર્યું. લશ્કરના વડા મણિપુર પહોંચ્યા અને પાંચ દિવસમાં આ ઓપરેશનની તૈયાર શરૂ કરી.

મ્યાનમાર

મંગળવારે રાતના 3 વાગે મ્યાનમાર સીમામાં આપણા જવાનો હેલિકોપ્ટ દ્વારા ઉતર્યા. અને 45 મિનિટમાં જ 100 જેટલા ઉગ્રવાદીઓને મારી, કેમ્પ ઉડાવી 40 સૈનિકોની સ્પેશ્યલ ટીમ ભારત પરત ફરી. સવારે મ્યાનમારની ઓફિસો ખૂલી ત્યાં સુધી આપણા સૈનિકો બધુ કામ તમામ કરી દીધું હતું. વધુમાં ત્યારે જ મ્યાનમાર સરકારને અધિકૃત જાણ કરવામાં આવી. જો કે મ્યાનમાર સરકારે આ મામલે ભારતને પૂરો સપોર્ટ આપ્યો.

હુમલો

ઇટેલિજન્ટ ઇનપુટના આધારે આ કમાન્ડો નેશનલ સોશલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડના કેમ્પ પર પહોંચ્યા. 40 સૈનિકાની ટીમે બે ભાગમાં વહેંચાઇને આ ઉગ્રવાદી ગ્રુપના બે કેમ્પોને ઉડાડી મૂક્યા. અને પાછા હેલિકોપ્ટરમાં બેસી ભારત આવવા નીકળી ગયા. નોંધનીય છે કે આ સમગ્ર મિશનમાં એક પણ સૈનિક ઇજાગ્રસ્ત નથી થયો.

વાયુસેના

ભારતીય વાયુસેના પણ આ સમગ્ર પ્રકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી મ્યાનમારની સીમામાં ધૂસીને વાયુસેનાએ હવાઇ સ્તરે આ કેમ્પનું યોગ્ય લોકેશન અને ડિટેલ મેળવી જેના નક્શાના આધારે સ્પેશ્યલ ફોર્સે આ ઓપરેશનને સફળ બનાવ્યું.

પેરા કમાન્ડો

પેરા કમાન્ડો

પેરા કમાન્ડોએ આ ઓપરેશન પાર પાડ્યું. ભારતીય સેનાની આ ફોર્સમાં અનેક પરવીરચક્ર અને વીરચક્ર પ્રાપ્ત અધિકારીઓ કામ કરે છે. આ ફોર્સ એન્ટી હાઇજેક અને એન્ટી ટેરરિસ્ટ ઓપરેશનને સફળ કરવામાં એક્સપર્ટ છે.

પેરા કમાન્ડો

પેરા કમાન્ડો

1971ની લડાઇમાં ઢાકામાં પહેલી પહોંચનાર યુનિટ પેરા કમાન્ડોની જ હતી. વધુમાં તેમણે વર્ષ 2000માં સિયેરા લિયોનમાં ગોરખા રેજિમેન્ટના 200 સૈનિકોને બચાવ્યા હતા. શ્રીલંકા માં પણ તેમણે શાંતિ સેનામાં આ સૈનિકોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ચીનનો હાથ

ચીનનો હાથ

જો કે ગુપ્તચર માહિતી મુજબ જ્યારે મણિપુરમાં આ આંતકી હુમલો થયો ત્યારે ચીનની સેના પીપલ્સ લિબરેશન આર્મીના બે ઉચ્ચ અધિકારીઓ આ ઉગ્રવાદીના સંપર્કમાં હતા તેવું માહિતી બહાર આવી છે

ચીન

ચીન

પણ આવું પહેલી વાર નથી બન્યું આ પહેલા પણ અનેક વાર ચીન અડાકતરી રીતે મ્યાનમારમાં આવા આતંકી જૂથોને નાણાયિક અને શાસ્ત્ર મદદ કરતું આવ્યું છે.

પીએમ મોદી આપી લીલી ઝંડી

પીએમ મોદી આપી લીલી ઝંડી

કેન્દ્રિય રાજ્યપ્રધાન રાજ્યવર્ધન સિંહ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાને મ્યાનમારની સીમમાં ધૂસીને કાર્યવાહી કરવાની અનુમતિ આપી હતી.

કબડ્ડીની ગેમ નથી

કબડ્ડીની ગેમ નથી

સીમા પારના આતંકીઓને કેન્દ્રિય રાજ્યમંત્રી રાજ્યવર્ધન સ્પષ્ટ સંકેત આપ્યો છે તેમણે કહ્યું કે સીમાપારના આંતકીઓ સમજી જાય આ કોઇ કબડ્ડીની ગેમ નથી કે તમે અહીં આવીને કશું પણ કરીને જતા રહેશો અને અમે ચૂપ બેસસું.

English summary
A day after special forces of the Indian army in coordination with the air force carried out a surgical strike and killed nearly 20 insurgents, the army has on Wednesday released the pictures of the team
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more