તમિલનાડુમાં બીજેપીને મોટો ઝટકો, AIADMK એ NDA સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરી
એક તરફ લોકશાહી વિરોધી નીતિઓ અને બીજી તરફ ઈન્ડિયા ગઠબંધનનો ઉદય બીજેપીની મુશ્કેલીઓ વધારી રહ્યો છે ત્યારે હવે તમિલનાડુમાં બીજેપીને મોટો ફટકો પડ્યો છે.
અહેવાલો અનુસાર, તમિલનાડુની AIADMK પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે મથામણ કરી રહેલી બીજેપીને મોટો ઝટકો આપ્યો છે. પાર્ટીએ સર્વાનુમતે ઠરાવ પસાર કરીને બીજેપી સાથેના સંબંધો તોડી નાખ્યા છે.

બીજેપીની સહયોગી રહેલી AIADMKએ બીજેપી નેતૃત્વવાળા નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ એટલે કે NDA સાથે તમામ સંબંધો તોડવાની જાહેરાત કરી છે. AIADMK સાંસદો, ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખોની બેઠકમાં સર્વસંમતિથી ઠરાવ પસાર કરીને આ નિર્ણય લેવાયો છે.
આ પછી AIADMKના ડેપ્યુટી જનરલ સેક્રેટરી કેપી મુનુસામીએ NDAથી અલગ થવાની ઔપચારિક જાહેરાત કરી હતી. હવે પાર્ટી કાર્યકરોમાં ઉજવણીનો માહોલ છે અને ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.
જણાવી દઈએ કે બીજેપી અને AIADMK વચ્ચે સંબંધો ઘણા સમયથી ખરાબ હતા. તમિલનાડુ બીજેપી પ્રદેશ અધ્યક્ષ કે અન્નામલાઈએ દિવંગત પૂર્વ મુખ્યમંત્રી સીએન અન્નાદુરાઈ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ અંગે AIADMKએ અન્નામલાઈની માફી માંગવાની માંગ કરી હતી.
AIADMK પાર્ટી પોતાની માંગ પર અડગ રહી. દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં કોઈ નક્કર નિર્ણય લેવામાં આવતા આખરે પાર્ટીઓ પોતાનો રસ્તો લીધો અને સંબંધો તોડવાની જાહેરાત કરી દીધી છે.
જણાવી દઈએ કે અન્નાદુરાઈ AIADMKના સંસ્થાપક એમજી રામચંદ્રનના ગુરુ હતા. બેઠકમાં AIADMKના એક વરિષ્ઠ નેતાએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, ચર્ચાઓ સરળ અને સૌહાર્દપૂર્ણ હતી પરંતુ બીજેપી નેતા એમ ચક્રવર્તીની ટિપ્પણીએ વિવાદ વધારી દીધો.
AIADMK અને બીજેપીનું ગઠબંધન છેલ્લા અઠવાડિયાથી તુટવાની કગાર પર પહોંચી ગયુ હતુ. ડી જયકુમારે પત્રકારોને જણાવ્યું કે, અમે લોકસભા ચૂંટણી પહેલા ગઠબંધન અંગે નિર્ણય લઈશું. તેમણે કહ્યું કે, અન્નામલાઈ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ બનવા માટે અયોગ્ય છે. તે માત્ર પોતાની જાતને રજૂ કરવા માટે દિવંગત નેતાઓ વિશે ખરાબ બોલે છે.












Click it and Unblock the Notifications
