Corona Virus:છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 32,937 નવા કેસ નોંધાયા, કેરળમાં સ્થિતી ગંભીર!

કોરોનાની બીજી લહેર સમાપ્ત થઈ ગઈ છે, પરંતુ હજુ પણ મોટી સંખ્યામાં કેસ સામે આવી રહ્યા છે. જો કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો રસીકરણ અભિયાન યુદ્ધના ધોરણે ચલાવી રહી છે.

કોરોનાની બીજી લહેર સમાપ્ત થઈ ગઈ છે, પરંતુ હજુ પણ મોટી સંખ્યામાં કેસ સામે આવી રહ્યા છે. જો કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો રસીકરણ અભિયાન યુદ્ધના ધોરણે ચલાવી રહી છે. તમામ સાવચેતી હોવા છતાં દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 32,937 નવા કેસ નોંધાયા છે અને 417 લોકોના મોત થયા છે, જ્યારે 35,909 લોકો સ્વસ્થ થયા છે. આ સ્થિતિમાં,હવે દેશમાં સક્રિય કેસોની સંખ્યા 3,81,947 પર પહોંચી છે.

Corona Virus

દેશમાં કુલ કેસની વાત કરીએ તો સંખ્યા હવે 3.22 કરોડ સુધી પહોંચી ગઈ છે. જેમાંથી 4.31 લાખ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 3.14 કરોડ લોકો સાજા થયા છે. બીજી તરફ કેરળમાં પરિસ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. છેલ્લા 24 કલાકમાં ત્યાં 18,582 કેસ નોંધાયા છે. બીજા શબ્દોમાં કહીએ તો, દેશમાં કુલ કેસોમાંથી અડધા કેસ કેરળથી આવી રહ્યા છે. આ સિવાય ત્યાં 102 લોકોના મોત પણ થયા છે.

બીજી બાજુ, કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રમાં સ્થિતિ સુધરી રહી છે, ત્યાં છેલ્લા 24 કલાકમાં માત્ર 4797 કેસ નોંધાયા છે. આ સિવાય 130 લોકોના મોત થયા છે. કુલ દર્દીઓની કુલ સંખ્યા હવે વધીને 63.92 લાખ થઈ ગઈ છે, જેમાંથી 1.35 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. સક્રિય કેસોની સંખ્યા 64,219 છે.

સરકાર રસીકરણ ઝડપથી કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ દેશમાં હજુ પણ રસીની અછત યથાવત છે. જેના કારણે છેલ્લા 24 કલાકમાં માત્ર 17,43,114 લોકોને રસી આપવામાં આવી છે. કુલ રસીકરણનો આંકડો 54,58,57,108 પર પહોંચ્યો છે. સરકારનો દાવો છે કે ટૂંક સમયમાં દૈનિક આંકડા વધારાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X