For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં કોરોનાની બીજી લહેરમાં 791 મહિલાઓએ પોતાના પતિ ગુમાવ્યા

ભારતમાં કોરોનાની બીજી લહેર કેટલી વિનાશક હતી તેનાથી આપણે બધા સારી રીતે પરિચીત છીએ. ધીરે ધીરે હવે રાજ્યોમાં બીજી લહેરની અસર ઓછી થઈ છે ત્યારે હવે ચૌકાવનારા આંકડા સામે આવી રહ્યા છે.

By By Desk
|
Google Oneindia Gujarati News

ભારતમાં કોરોનાની બીજી લહેર કેટલી વિનાશક હતી તેનાથી આપણે બધા સારી રીતે પરિચીત છીએ. ધીરે ધીરે હવે રાજ્યોમાં બીજી લહેરની અસર ઓછી થઈ છે ત્યારે હવે ચૌકાવનારા આંકડા સામે આવી રહ્યા છે. રાજ્યની વિવિધ સરકારો દ્વારા જાહેર કરાઈ રહેલા આંકડાઓ હચમચાવી દેનારા છે. દિલ્હી મહિલા આયોગે આવા જ ચૌકાવનારા આંકડા સામે રાખ્યા છે.

corona

દિલ્હી મહિલા આયોગે જણાવ્યુ છે કે, કોરોનાની બીજી લહેરમાં દિલ્હીમાં 791 મહિલાઓએ પોતાના પતિના જીવ ગુમાવ્યા છે. દિલ્હી મહિલા આયોગે આવી મહિલાઓની ઓળખ કરી છે. આ ઓળખ એટલા માટે કરવામાં આવી છે, જેથી આવી મહિલાઓને આર્થિક સહાય કરી શકાય.

દિલ્હી સરકારે એક યોજના અમલમાં મુકી છે, મુખ્યમંત્રી કોવિડ-19 પરિવાર આર્થિક સહાયતા યોજના. આ યોજના અંતર્ગત એવા પરિવારોને આર્થિક સહાય આપવામાં આવશે કે જેમણે કોરોના રોગચાળા દરમિયાન પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. મહિલા પંચે આપેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેના મહિલા પંચાયતના નેટવર્ક દ્વારા જમીન સ્તરે કરવામાં આવેલા સર્વેમાં દિલ્હીમાં 791 મહિલાઓની ઓળખ કરવામાં આવી છે, જેમણે તેમના પતિઓને કોરોનાની બીજી લહેરમાં ગુમાવ્યા છે. ડીસીડબ્લ્યુએ સરકારને તેમના પુનર્વસનમાં મદદ કરવા માટે આ મહિલાઓનો સામાજિક સર્વે કરાવ્યો છે.

દિલ્હી મહિલા આયોગ મુજબ, 791 સ્ત્રીઓમાંથી 774 (97.85%) સ્ત્રીઓને ઓછામાં ઓછું એક બાળક છે, જ્યારે 360 મહિલાઓને 3 થી 5 બાળકો છે. સર્વેમાં એવી 30 મહિલાઓ છે, જેને 5 થી વધુ બાળકો છે. દિલ્હી સરકાર હવે આવી મહિલાઓને આર્થિક મદદ કરી પુનર્વશનમાં મદદરૂપ બનશે.

English summary
In the second wave of Corona in Delhi, 791 women lost their husbands
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X