For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીમાં આપ તમામ 403 બેઠકો પર ચૂંટણી લડશે:સંજય સિંહ

ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહેલી આમ આદમી પાર્ટીએ ફરી એક વખત સ્પષ્ટ કરી દીધું છે કે પાર્ટી આગામી ચૂંટણીમાં તમામ 403 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે અને કોઈપણ પક્ષ સાથે ગઠબંધન કરશે નહી.

By Desk
|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહેલી આમ આદમી પાર્ટીએ ફરી એક વખત સ્પષ્ટ કરી દીધું છે કે પાર્ટી આગામી ચૂંટણીમાં તમામ 403 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે અને કોઈપણ પક્ષ સાથે ગઠબંધન કરશે નહીં. આમ આદમી પાર્ટીના યુપી પ્રભારી સંજય સિંહે રવિવારે કહ્યું હતું કે રાજ્યની અંદર અમને નબળા માનવા ભુલ હશે, કારણ કે તાજેતરની પંચાયત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ કરતા વધુ સારું પ્રદર્શન કર્યું છે.

sanjay sinh

સંજય સિંહે કહ્યું કે પાર્ટી આગામી વર્ષની ચૂંટણીમાં તમામ 403 બેઠકો પર લડવાની તૈયારી કરી રહી છે અને અમે અન્ય કોઇ પક્ષ સાથે ગઠબંધન અંગે કોઇ વાટાઘાટોમાં નથી, અમારું સમગ્ર ધ્યાન હવે પક્ષની સ્થિતિ મજબૂત કરવા પર છે અને છેલ્લા દોઢ મહિનામાં અમે પાર્ટીને ઘણી મજબૂત બનાવી છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં સંજય સિંહ અખિલેશ યાદવને મળ્યા હતા, જે બાદ અટકળોનું બજાર ગરમ થઈ ગયું હતું અને કહેવામાં આવ્યું હતું કે આગામી ચૂંટણીમાં બંને પક્ષો એક સાથે આવી શકે છે.

એક ઇન્ટરવ્યુમાં સંજય સિંહે કહ્યું કે, યુપીમાં યોજાયેલી પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ કરતા સારું પ્રદર્શન કર્યું હતું, ચૂંટણીમાં કોંગ્રેસે 40 બેઠકો જીતી હતી, જ્યારે અમે 83 બેઠક જીતી હતી. આ ચૂંટણીમાં AAP ને 40 લાખથી વધુ મત મળ્યા હતા, જ્યાં પાર્ટીના 1600 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી.

તમને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટી આગામી વર્ષે યુપી સાથે ઉત્તરાખંડ, ગુજરાત, ગોવા અને પંજાબની વિધાનસભા ચૂંટણી લડશે. દિલ્હીમાં સત્તા પર રહેલી આમ આદમી પાર્ટી પંજાબમાં વિપક્ષની ભૂમિકામાં છે. દિલ્હી અને પંજાબ સિવાય પાર્ટી હવે અન્ય રાજ્યોમાં તેના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ જાહેરાત કરી છે કે તે પાર્ટીનો વિસ્તાર કરવા માંગે છે. આ રાજ્યો ઉપરાંત પાર્ટી હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ ચૂંટણીની તૈયારી કરી રહી છે. ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં આપની એન્ટ્રી થતા ભાજપે પોતાના સમીકરણો બદલવા પડી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે ઉત્તરપ્રદેશમાં સ્થિતી શું થાય છે. ઉત્તરપ્રદેશમાં આમ પણ ભાજપ માટે સપા અને બીએસપી મોટો પડકાર છે.

English summary
In UP, you will contest all 403 seats: Sanjay Singh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X