For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UPSCમાં સુરતના કાર્તિક જીવાણી ભારતમાં આઠમા ક્રમે, કોનાથી પ્રભાવિત થયા?

UPSCમાં સુરતના કાર્તિક જીવાણી ભારતમાં આઠમા ક્રમે, કોનાથી પ્રભાવિત થયા?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

શુક્રવારે જાહેર થયેલા UPSC પરીક્ષાના પરિણામમાં સુરતના કાર્તિક જિવાણી ભારતમાં આઠમા ક્રમે છે, તેઓ ગુજરાત કૅડરના આઈપીએસ અધિકારી છે.

તેઓ મૂળે ભાવનગર જિલ્લાના છે, પણ ઘણાં વર્ષોથી તેમનો પરિવાર સુરતમાં વસે છે.

2018માં તેમનો ભારતમાં 94મો ક્રમ આવ્યો હતો અને તેમની પસંદગી આઈપીએસમાં થઈ હતી.

તેઓ આઈએએસ બનવાનું સપનું સેવતા હતા, તેથી તેમણે ફરીથી યુપીએસસીની પરીક્ષા આપી હતી.

2019માં તેમણે પરીક્ષા આપી ત્યારે તેમનો ભારતમાં 84મો ક્રમ હતો.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે 1994માં સુરતમાં ફાટી નીકળેલા પ્લૅગ સામેની કામગીરીથી તેઓ આ ક્ષેત્ર તરફ આકર્ષાયા હતા.

તેઓ આઈએએસ અધિકારી અને સુરતના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર એસ. આર. રાવ વિશે વાંચતા હતા અને તેમનાથી પ્રભાવિત થયા હતા.

કાર્તિકના પિતા ડૉ. નાગજીભાઈના જણાવ્યા પ્રમાણ કાર્તિક હમણાં આઈપીએસની તાલીમ માટે હૈદરાબાદમાં છે અને તેઓ 15 દિવસની સ્પેશિયલ લઈને પરીક્ષામાં બેઠા હતા.

કાર્તિક પરીક્ષા માટે દરરોજ દસ કલાક અભ્યાસ કરતા હતા.


ગુજરાતમાં વરસાદને લીધે 103 રસ્તા પર વાહનવ્યવહાર ઠપ

ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજી ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ભાગના જિલ્લાઓમાં ગુરુવારથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, એ વચ્ચે હવામાન વિભાગે ચાર દિવસ માટે વરસાદની આગાહી કરી છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન્સ સેન્ટરને ટાંકીને જણાવે છે કે ભારે વરસાદને પગલે પાણી ભરાઈ જવાથી ગુજરાતના બે સ્ટેટ હાઇવે સહિત 103 રસ્તા પર વાહનવ્યવહાર ઠપ થયો હતો.

હવમાન વિભાગ પ્રમાણે આગામી ચાર દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રાજ્યના અલગઅલગ ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે.

અગાઉ જામનગર, રાજકોટ, જૂનાગઢ વગેરે જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેડૂતોનો ઊભો પાક ધોવાઈ ગયો હતો.


શેરી-ગરબાને મંજૂરી, કોરોના પગલે લદાયેલા નાઇટ કર્ફ્યુમાં રાહત

કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે શેરી-ગરબાને મંજૂરી

ગુજરાત સરકારે શુક્રવારે સોસાયટી, ઍપાર્ટમૅન્ટ, મહોલ્લામાં 400 લોકોની મર્યાદામાં શેરી-ગરબા યોજવાની છૂટ આપી છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે શેરી ગરબાની સાથે સરકારે દુર્ગાપૂજા, વિજયાદશમી અને શરદપૂનમ જેવા ઉત્સવોની પણ 400 લોકોની મર્યાદામાં ઉજવણી કરવાની છૂટ આપી છે.

સાથે જ સરકારે સ્પષ્ટતા કરી છે કે મેદાનો, પાર્ટીપ્લૉટ અને ક્લબમાં યોજાતાં કૉમર્શિયલ ગરબાને મંજૂરી આપવામાં નહીં આવે.

આ સાથે જ સરકાર દ્વારા આઠ મહાનગરોમાં કોરોનાને પગલે લદાયેલા નાઇટ કર્ફ્યુમાં એક કલાકની રાહત આપવામાં આવી છે.

25 સપ્ટેમ્બરથી 10 ઑક્ટોબર સુધી નાઇટ કર્ફ્યુનો સમય રાતના 12 વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીનો રહેશે.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

https://www.youtube.com/watch?v=QFdY2lmVjm8

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
In UPSC, Surat's Kartik Jivani is ranked eighth in India, who influenced whom?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X