સાસરીવાળાના ઉત્પીડનથી પરેશાન પત્નીએ ફાંસી લગાવી, પતિ વીડિયો બનાવતો રહ્યો

ઉત્તરપ્રદેશના મથુરામાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં દહેજ માટે સાસરીવાળાના ઉત્પીડનથી પરેશાન પત્નીએ આત્મહત્યા કરી લીધી છે.

ઉત્તરપ્રદેશના મથુરામાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં દહેજ માટે સાસરીવાળાના ઉત્પીડનથી પરેશાન પત્નીએ આત્મહત્યા કરી લીધી છે. જયારે પાસે ઉભેલો તેનો પતિ તેની આત્મહત્યાનો વીડિયો બનાવતો રહ્યો. આ વીડિયો શનિવારે સાંજે સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ ગયો. પોલીસે પતિ અને તેના પરિવારને દહેજ અને હત્યા માટે પ્રેરિત કરવાના આરોપસર ધરપકડ કરી છે.

દહેજ ઉત્પીડનથી પરેશાન પત્નીએ ફાંસી લાગવી

દહેજ ઉત્પીડનથી પરેશાન પત્નીએ ફાંસી લાગવી

મથુરામાં બુદ્ધવિહાર કોલોનીમાં ગુરુવારે એક પત્નીએ આત્મહત્યા કરી લીધી છે. પોતાના પતિ અને સાસરીવાળા ઘ્વારા આપવામાં આવતા ટોણા સાંભળીને તે કંટાળી ગયી હતી. સૌથી વધારે શરમની બાબત હતી કે ત્યાં હાજર તેઓ પતિ તેને રોકવાને બદલે તેનો વીડિયો બનાવતો રહ્યો. પતિએ તેની પત્નીના આત્મહત્યાનો લાઈવ વીડિયો બનાવ્યો. ત્યાં પાસે ઉભેલો નણંદ યુવતીને આવું નહીં કરવા માટે કસમ આપી રહી હતી.

પતિ વીડિયો બનાવતો રહ્યો

પતિ વીડિયો બનાવતો રહ્યો

યુવતીના પરિવારને જેવી આ બાબતે જાણકારી મળી તેઓ તરત પોલીસ પાસે પહોંચી ગયા. પોલીસે પતિ અને તેના પરિવારને દહેજ અને હત્યા માટે પ્રેરિત કરવાનો મામલો નોંધી લીધો. આત્મહત્યાનો વીડિયો શનિવારે જ વાયરલ થઇ ગયો હતો. પોલીસનું પણ માનવું છે કે આ વીડિયો કોઈ બહારના વ્યક્તિએ નહીં પરંતુ જાતે મહિલાના પતિએ બનાવ્યો છે. આ વીડિયોમાં સાસુ અને નણંદનો અવાઝ પણ સંભળાઈ રહ્યો છે, જેઓ ફક્ત મોઢા ઘ્વારા યુવતીને રોકવાનો પ્રયાસ કરી રહી છે. ત્યાં જ મહિલાનો પતિ તેને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરી રહ્યો છે.

ત્રણ વર્ષ પહેલા બંનેના લગ્ન થયા હતા

ત્રણ વર્ષ પહેલા બંનેના લગ્ન થયા હતા

એસપી સીટી શ્રવણ કુમાર ઘ્વારા જણાવવામાં આવ્યું કે ઘટનાનો વીડિયો સામે આવ્યા પછી પોલીસે આ મામલે તપાસ શરુ કરી દીધી છે. આ વીડિયોથી સાબિત થઇ રહ્યું છે કે મહિલાના સાસરીવાળા તેને બચાવવાને બદલે તેના મરી જવાથી વધારે ખુશ હતા. પોલીસે જણાવ્યું કે યુવતી ગીતાના લગ્ન રાજકપૂર સાથે 22 એપ્રિલ 2015 દરમિયાન થયા હતા. લગ્નના થોડા જ સમય પછી સાસરીવાળા તેને દહેજ માટે પરેશાન કરવા લાગ્યા. એટલું જ નહીં પરંતુ સાસરીવાળા ગીતા સાથે મારપીટ પણ કરતા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X