Manipur: મણીપુર હિંસા વચ્ચે તમામ ટ્રોન પર લગવામા આવી રોક
મણીપુરમાં જેવી રીતે હિંસા ફેલાયેલી છે. અને કાયદો અને વ્યવસ્થા બગડેલી છે. તેને જોતા ભારતીય રેલવે મણીપુર જનાર તામ ટ્રેનોના સંચાલનને રોકવાનો નિર્ણય કર્યો છે. નોર્થઇસ્ટ ફ્રંટિયર રેલવે મણીપુર તરફ જનાર તમામ ટ્રેનોને રોકી દિધી છે.

નોર્થ ફ્રંટિયર રેલવેના સીપીઆરઓ સબ્યાસાચી ડે એ જણાવ્યુ કે, જ્યા સુધી હાલાત સારા ના થઇ જાય ત્યાં સુધી મણીપુરની તમામ ટ્રેન નહી ચાલે. મણીપુર સરકાર તરફથી સલાહ આપવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય રેલવેની તરફથી કહેવામાં આવ્યુ છે કે, 4 ટ્રેનોને રદ્દ કરી દેવામાં આવી છે. શરુઆતમાં આ નિર્ણય ફક્ત 5-6 મે માટે લેવામાં આવ્યો છે.
આ વચ્ચે અસમના મુખ્યમંત્રી હિંમત બિસ્વ સરમાએ કહ્યુ કે પરીવાર જે મણીપુર હિંસાથી પ્રભાવીત છે. તેમણે અસમમાં શરણ માંગી છે. મે ફાચરના જિલ્લા પ્રશાસનને નિર્દેશ આપ્યો છે કે, આ પરિવારોનું ધ્યાન રાખવમાં આવે. હું લગાતાર મુખ્યમંત્રી એન બીરેન સિહના સંપર્કમાં છુ. મેં આ મુશ્કેલી પરિસ્થિતિમાં તમામ પ્રકારની મદદ કરવાની વિશ્વસ વ્યક્ત કર્યો છે.
મણીપુરની રાજધાની ઇંફાલમાં ભડકેલી હિંસા વચ્ચે સરકારે હિંસા કરનારને જોતા જ ગોળી મારવાનો આદેશ આપ્યો છે. હિંસાપર કાબુ મેળવવા મોટી સંખ્યમાં સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. આરએએફ ની ટીમને પણ મોકલવામાં આવી છે.
આરએફએના 500 જવાનોને ઇંફાલ મોકલી દેવામાં આવ્યા છે. આ તમામ જવાન સેના, અસમ રાઇફલ્સ, સીઆરપીએફ અને રાજ્ય પોલીસની મદદ કરશે. બુધવારે ભડકેલી હિંસાને કાબુમાં લેવા મટે સુરક્ષા કર્મીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
કેન્દ્ર સરકારે મણીપુર હિસા પર નજર છે. ખુદ ગૃહમંત્રી અમિત શાહે આને લઇને બે મહત્વની બેઠખ કરી હતી. મણીપુરના મુખ્યમંત્રી અને પડોશી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પણ વાત કરી છે. હિંસા વચ્ચે અંહ્યાથી 9000 હજાર કરતા વધારે લોકોને બહાર સુરક્ષિત કાઢવામાં આવ્યાછે. સેનાના પ્રવક્તાએ કહ્યુ કે, 5000 લોોકોને સુરક્ષિત સ્થાળ પર પહોચાડવામાં આવ્યા છે. જ્યારે 2000 અન્ય લોકોને ઇંફાલની ઘાટીમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
