For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં કયા વિસ્તારોમાં ફરીથી ભારે વરસાદની આગાહી કરાઈ?

ગુજરાતમાં કયા વિસ્તારોમાં ફરીથી ભારે વરસાદની આગાહી કરાઈ?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
હવામાનની તસવીર

ગૃહ મંત્રાલયના આપદા પ્રબંધન વિભાગ દ્વારા જાહેર એક સર્ક્યુલર મુજબ મહરાષ્ટ્રના ઉત્તરના દરિયાઈ વિસ્તારમાં પૂર્વિય મધ્ય અરેબિયન ક્ષેત્રમાં એક 'વૅલમાર્ક' લૉ પ્રેશર સક્રિય થયું છે.

જે આગામી 24 કલાકમાં ઉત્તર મહારાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતના કાંઠાવિસ્તારોમાં આગળ વધી 'ડિપ્રેશન'માં ફેરવાઈ જવાની આગાહી કરાઈ છે.

એનો અર્થ એવો થાય કે આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના કાંઠાવિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

ગુજરાતમાં 17મી ઑક્ટોબરે ઘણા ભાગોમાં ભારે વરસાદ વરસી શકવાની પણ આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં અતિવૃષ્ટિ બાદ કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે.

એટલું જ નહીં પણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી હોવાના પણ અહેવાલ છે.


રાજ્યના વાતાવરણમાં પલટો આવશે?

સ્ક્રિનશૉટ

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. જ્યંત અનુસાર અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે. જે ઉત્તર મહારાષ્ટ્રના સમુદ્રમાં સક્રિય છે અને આગામી 24 કલાકમાં પશ્ચિમમાં ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે.

જેના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારે વરસાદ થશે.

દરમિયાન ગુજરાતમાં ઉપરોક્ત સંબંધિત વિસ્તારોમાં 30-40 કિલોમિટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે જેમાં વધુ તીવ્રતા આવવાની પણ શક્યતા છે.

અત્રે નોંધવું કે ગુજરાતમાં ઑગસ્ટ મહિના સુધીમાં જ ચોમાસાનો 100 ટકા વરસાદ પડી ગયો છે. કેટલાક જિલ્લાઓમાં તો 100થી વધારે વરસાદ વરસી ગયો છે.

વળી રાજ્યમાં સિઝનનો સરેરાશ કરતાં વધારે વરસાદ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી જિલ્લાઓમાં થયો છે.

દરમિયાન નવી આગાહીને પગલે તંત્રને ઍલર્ટ રહેવા કહી દેવાયું છે. અને પરિસ્થિતિ પર નજર રાખવા પણ સૂચના આપવામાં આવી છે.


શું છે 'લૉ પ્રેશર'

સમુદ્રમાં જે વિસ્તારમાં હવાનું દબાણ આસપાસના ક્ષેત્ર કરતા ઓછું હોય છે તેને લીધે લૉ પ્રેશર સિસ્ટમ સર્જાય છે.

આથી હવા વાતાવરણમાં ઉપર ઉઠે છે અને તે ઠંડી પડતા તેનાં વાદળો સર્જાવાથી વરસાદ વરસે છે.

જોકે પૃથ્વીના ભ્રમણ અને પવનો સહિતના પરિબળોને કારણે તે ગતિ પણ પ્રાપ્ત કરે છે આથી તે આગળ વધતું હોય છે.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=EEAmKAbnW-Q

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
In which areas of Gujarat is heavy rain forecast again?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X