'સીએમ દી યોગશાલા'નો આરંભ, CM માને કહ્યુ - સારા આરોગ્ય માટે યોગ ખૂબ જરુરી
પંજાબના પટિયાલા જિલ્લામાં સીએમ દી યોગશાલા શરૂ કરવામાં આવી છે. સીએમ ભગવંત માન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા 'સીએમ દી યોગશાલા'ની વેબસાઈટ લૉન્ચ કરવામાં આવી હતી.
આ પ્રસંગે રાઘવ ચઢ્ઢા, જોરામાજરા, ડૉ.બલબીર સિંહ ઉપસ્થિત રહ્યા હતા. પટિયાલાની સાથે અન્ય 3 જિલ્લામાં પણ તેની શરૂઆત કરવામાં આવી રહી છે. આમાં ફગવાડા, અમૃતસર, લુધિયાણા સામેલ છે.

આ દરમિયાન સંબોધન કરતા મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે આ અભિયાનની શરૂઆત આજે પટિયાલાથી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અગાઉ દિલ્હીમાં યોગશાળા શરૂ કરવામાં આવી હતી, પરંતુ વધતી માંગને કારણે એલજીએ બંધ કરાવી દીધુ.
સીએમે કહ્યું કે પંજાબમાં યોગશાળા કોણ બંધ કરાવી શકશે. લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને યોગશાળા ખોલવામાં આવી છે. તેમણે કહ્યું કે સારા સ્વાસ્થ્ય માટે યોગ ખૂબ જ જરૂરી છે. આ દરમિયાન સીએમ માને કહ્યું કે પંજાબ સરકાર દ્વારા ખોલવામાં આવેલા આમ આદમી ક્લિનિકમાં લગભગ 21 લાખ લોકોએ તેમની સારવાર કરાવી છે.
આ લોકોને સરકારી દવાખાનામાં તકલીફ વેઠવી પડી ન હતી. જેના કારણે સરકારી હૉસ્પિટલોનું ભારણ પણ ઘટી ગયું છે. આવનારા તમામ દર્દીઓની સરકારી હૉસ્પિટલના તબીબો દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
