For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુખ્ય ચૂંટણી કમિશ્નરને ઇનકમ ટેક્સ વિભાગે ફટકારી નોટિસ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 જૂન: મુખ્ય ચૂંટણી કમિશ્નર (સીઆઇસી) વીએસ સંપત પણ સંપત્તિના વેચાણના મામલામાં ઇનકમ ટેક્સ વિભાગના લપેટામાં આવી ગયા છે. ઇનકમ ટેક્સ વિભાગે આ વર્ષની શરૂઆતમાં 15 લાખ લોકોની સૂચિ તૈયાર કરી હતી જેમણે 30 લાખ રૂપિયાથી ઉપની સંપત્તિ ખરીદી અથવા વેચી હતી. આ સમાચાર અંગ્રેજી અખબાર ધ ઇન્ડિયન એક્સપ્રેસે આપી છે.

અખબારના જણાવ્યા અનુસાર એ માલૂમ પડ્યું છે કે આમાંથી એક પ્રોપર્ટી સીઇસીની પણ છે. કહેવામાં આવી રહ્યું છે કે ફેબ્રુઆરીમાં આઇટી વિભાગે સીઇસીને પહેલો પત્ર લખ્યો હતો જેમાં તેણે તેમની પાસે પ્રોપર્ટી વેચાણ અંગે સ્પષ્ટીકરણ માંગ્યું હતું. આ પત્ર ચૂંટણી દરમિયાન એટલે કે 24 એપ્રિલના રોજ આપવામાં આવ્યો હતો.

અખબારે લખ્યું છે કે સીઇસીની એ અંગે પૂછપરછ કરવામાં આવી છે. આ પ્રોપર્ટી હૈદરાબાદના શાનદાર વિસ્તાર બંજારા હિલ્સમાં છે અને 600 વર્ગગજમાં છે. સીઇસીએ તેને જુલાઇ 2011માં એક કંપની આદિત્ય કંવેશન સેંટર એંડ હોલિડે રિસોર્ટ્સને વેચી દીધું હતું. ત્યાર બાદ તે રૂપિયાથી તેમણે દક્ષિણી દિલ્હીના સફદરગંજ એન્ક્લેવમાં એક મકાન ખરીદી લીધું. તેના માટે તેમણે 1.66 કરોડ રૂપિયા આપ્યા જે તેમને હૈદરાબાદની પ્રોપર્ટી વેચ્યા બાદ મળ્યા હતા. તે પ્લોટ 5 કરોડમાં વેચાયો હતો, પરંતુ તેના રૂપિયા તેમના ઉપરાંત તેમની પત્ની અને દીકરીને પણ મળ્યા હતા.

vs sampath
ઇનકમ ટેક્સ વિભાગે તેમને નોટિસ આપીને ઘણા મુદ્દાઓ પર સ્પષ્ટીકરણ માંગ્યું છે. સૌથી મોટો સવાલ તો એ છે કે શું તેમને જે આવક થઇ છે તે સંપત્તિ વેચવાથી થઇ છે. બીજો સવાલ એ છે કે તેમને ઇનકમ ટેક્સમાં છૂટ શા માટે આપવામાં આવે. ઇનકમ ટેક્સમાં પ્રોપર્ટી વેચવા પર છૂટ ત્યારે જ મળે છે કે જ્યારે તે રહેઠાણીય હોય છે.

કોમર્શિયલ પ્રોપર્ટી વેચવા પર તેનાથી પ્રાપ્ત નાણા પર ટેક્સ ચૂકવવો પડે છે. સીઇસીના હૈદરાબાદવાળા પ્લોટના એક ભાગમાં એક આઉટ હાઉસ હતું. ઇનકસમ ટેક્સ વિભાગનું કહેવું છે કે આ કોમર્શિયલ છે. સીઇસી સંપતે અખબારને જણાવ્યું કે તેમણે તે નોટિસનો જવાબ આપી દીધો છે અને તેઓ વિસ્તૃત જવાબ ટૂંક સમયમાં આપશે. તેમના સીએ આ કામ પર લાગેલા છે.

English summary
Income Tax dept issues notice to Chief Election Commissioner VS Sampath.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X