IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે બીજો T20 મુકાબલો, જાણો વરસાદની કેટલી સંભાવના?
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે બીજો T20 મુકાબલો યોજાવા જઈ રહ્યો છે. પહેલો મુકાબલો વરસાદમાં ધોવાયા બાદ આજે ફેન્સ આશા રાખશે કે વરસાદ વિલન ન બને.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેનો આ મુકાબલો ગકેબરહાના સેન્ટ જ્યોર્જ પાર્કમાં રમાશે અને રાત્રે 8:30 વાગ્યે શરૂ થશે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને એડન માર્કરામ ટોસના અડધો કલાક પહેલા મેદાન પર પહોંચશે.

જણાવી દઈએ કે, બંને ટીમો વચ્ચેની શ્રેણીની પ્રથમ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આજે વરસાદ વિનલ ન બને તો સિરીઝની શરૂઆત થશે.
દક્ષિણ આફ્રિકા અને ભારત T20I માં 24 વખત સામસામે આવી ચુક્યા છે. જ્યારે દક્ષિણ આફ્રિકાએ 10 મેચ જીતી છે જ્યારે ભારતે 13 મેચ જીતી છે. બે મેચનું કોઈ પરિણામ આવ્યું નથી.
બન્ને ટીમો વચ્ચેની છેલ્લી 5 T20 મેચોમાં ભારતે 3 અને દક્ષિણ આફ્રિકાએ 2માં જીત મેળવી છે.
બીજી તરફ ગકેબરહા માટે હવામાનની આગાહીએ ફરીથી ફેન્સની ચિંતા વધારી છે. હવામાન વિભાગ અનુસાર, દિવસ દરમિયાન તે 99 ટકા વાદળછાયું રહેશે અને વરસાદની 63 ટકા સંભાવના છે, જો કે સાંજ સુધીમાં વરસાદની સંભાવના ઘટીને માત્ર 6 ટકા હશે.












Click it and Unblock the Notifications
