For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વતંત્રતા દિન : મનમોહન સિંહે પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 ઓગસ્ટ : વડાપ્રધાન મનમોહન સિંહે 67મા સ્વતંત્રતા દિવસ પર નવી દિલ્હીમાં આવેલા લાલ કિલ્લા પર ત્રિરંગો ધ્વજ લહેરાવ્યા બાદ રાષ્ટ્રને સંબોધનમાં પાકિસ્તાનના આકરા શબ્દોમાં જવાબ આપ્યો હતો. મનમોહન સિંહે જણાવ્યું કે પાકિસ્તાન સાથે સારા સંબંધો ત્યારે જ રહી શકે જ્યારે તે પોતાની જમીનનો ઉપયોગ ભારતમાં આતંકવાદ ફેલાવવા માટે ના કરે. પાકિસ્તાને ભારત સાથે વાતચીત કરવા માટે જરૂરી છે કે તે સીમા નિયમોનું કોઇ પણ સ્થિતિમાં પાલન કરે.

વડાપ્રધાન મનમોહન સિંહે ભારતીય નૌસેનાની સબમરિન આઇએનએસ સિંધુરક્ષકના નુકસાન પર આજે ભારે શોક વ્યક્ત કર્યો હતો. આ દુર્ઘટનામાં 18 સૈનિકો માર્યા જવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોતાના ભાષમાં મનમોહન સિંહે જણાવ્યું કે અમને ગંભીર દુ:ખ છે કે આપણે ગઇકાલે એક ગંભીર દુર્ઘટનામાં સબમરિન આઇએનએસ સિંધુરક્ષકને ગુમાવી દીધું છે. આ ઘટના એટલા માટે પણ દુ:ખદાયક છે કેમ કે નૌસેનાએ તાજેતરમાં જ બે મોટી સફળતા પ્રાપ્ત કરી હતી.પહેલી સફળતા પરમાણુ સબમરિન આઇએનએસ અરિહંત અને બીજી સફળતા વિમાનવાહક જહાજ આઇએનએસ વિક્રાંત છે.

manmohan-singh-15-aug

વડાપ્રધાને ઉત્તરાખંડ આપદામાં માર્યા ગયેલા અને ભાગ બનેલા લોકો પ્રત્યે પણ ગંભીર શોક વ્યક્ત કરતા જણાવ્યું કે સંકટના સમયમાં સમગ્ર દેશ તેમની સાથે છે. "આજનો દિવસ આપણા સૌ માટે ચોક્કસપણે ખુશીનો દિવસ છે. બે મહિના પહેલા ઉત્તરાખંડ આપદામાં જે પરિવારોમાં જાનમાલનું નુકસાન થયું તેમના પ્રત્યે અમારા ઊંડી સહાનુભૂતિ છે. હું તેમને આશ્વાસન આપવા માંગુ છું કે આ સંકટની સ્થિતિમાં સમગ્ર દેશ તેમની સાથે છે."

તેમણે જણાવ્યું કે રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન (એનઆરએચએમ)ના સારા પરિણામો આવી રહ્યા છે. તેણે માતૃ અને શિશુ મૃત્યુદરમાં ઘટાડો કરવામાં મદદ કરી છે. તેમણે જણાવ્યું કે અમે વર્ષ 2005માં એનઆરએચએમની શરૂઆત કરી હતી. તેના સારા પરિણામો મળવા શરૂ થઇ ગયા છે. માતૃ અને શિશુ મૃત્યુદરમાં ઝડપથી ઘટાડો થયો છે. હવે મોટા ભાગના બાળકોનો જન્મ હોસ્પિટલ્સમાં થવા લાગ્યો છે. બાળકોમાં ટીકાકરણનું પ્રમાણ પણ વધ્યું છે.

English summary
Independence Day: PM given strong message to Pakistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X