આઝાદ ભારતના પહેલા આઈએએસ અધિકારી અન્ના રાજમનું નિધન
આઝાદી બાદ દેશના પહેલા આઈએએસ અધિકારી અન્ના રાજમ મલ્હોત્રાનું 91 વર્ષની ઉંમરે નિધન થઈ ગયુ છે.
આઝાદી બાદ દેશના પહેલા આઈએએસ અધિકારી અન્ના રાજમ મલ્હોત્રાનું 91 વર્ષની ઉંમરે નિધન થઈ ગયુ છે. સોમવારે મુંબઈના અંધેરી સ્થિત ઘરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. અન્ના રાજમ મલ્હોત્રાનો જન્મ જુલાઈ 1927 માં કેરળના એર્નાકુલમ જિલ્લામાં અન્ના રાજમ જ્યોર્જ રૂપે થયો હતો. તેઓ મલયાલમ લેખક પાએલો પોલની પૌત્રી હતા.

તેમણે આર એન મલ્હોત્રા સાથે લગ્ન કર્યા હતા. જે 1965 થી 1990 સુધી ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર રહ્યા હતા. આર એન મલ્હોત્રા તેમના બેચમેટ હતા. કોઝિકોડમાં પોતાનું સ્કૂલિંગ પૂરુ કર્યા બાદ તેઓ મદ્રાસ વિશ્વવિદ્યાલયમાં ઉચ્ચ શિક્ષણ માટે ચેન્નઈ ચાલ્યા ગયા હતા. મલ્હોત્રાએ 1951 માં સિવિલ સેવા જોઈન કરી મદ્રાસ કેડરની પસંદગી કરી હતી. આમ કરનાર તે આઝાદ ભારતની પહેલી મહિલા હતા.
ત્યારે તેમણે મદ્રાસમાં મુખ્યમંત્રી સી રાજગોપાલાચારીને અધીન પોતાની સેવાઓ આપી હતી. તેમણે તમિલનાડુના સાત મુખ્યમંત્રીને આધીન કાર્ય કર્યુ હતુ. તેમણે મુંબઈ પાસે દેશના મોડર્ન પોર્ટ જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ (JNPT) ની સ્થાપનામાં તેમના યોગદાન માટે જાણીતા છે. તેમણે જેએનપીટીના અધ્યક્ષ તરીકે પણ પોતાની સેવાઓ આપી.
દિલ્હીમાં 1982 માં થયેલ એશિયન ગેમ્સમાં તેમણે રાજીવ ગાંધી સાથે કામ કર્યુ હતુ. ત્યારે રાજીવ ગાંધી સાંસદ હતા અને રમતોનો ચાર્જ તેમને સોંપવામાં આવ્યો હતો. મલ્હોત્રા આઠ દેશોની યાત્રા પર પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી સાથે પણ ગયા હતા. તેમણે ગૃહ મંત્રાલયના પર્સનલ સેક્શનમાં પણ કામ કર્યુ હતુ. વર્ષ 1989 માં તેમને પદ્મભૂષણ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
