For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરક્ષિત ખુણો શોધી રહેલા અપક્ષ ધારાસભ્ય થયા ભાજપમાં સામેલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી(વિવેક શુક્લ): દિલ્હી પર ભગવો રંગ ચઢવા લાગ્યો છે, જોકે, વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થઇ નથી. ઉથલ-પાથલ ભર્યા માહોલમાં હવે ગત વિધાનસભાના સભ્ય અને અપક્ષ ધારાસભ્ય રામબીર શૌકીન સુરક્ષિત ખૂણો શોધતા જોવા મળી રહ્યાં છે. તેમાં તેમણે આખરે ભાજપનું શરણ મળી ગયું છે. તે ગ્રામીણ દિલ્હીની મુંડકા બેઠકના ધારાસભ્ય હતા અને હવે તે સુરક્ષિત જગ્યા પર આવી ગયા છે.

rambeer-shokeen
શૌકીને ભાજપનું દામન પકડ્યું, તેનું સૌથી મોટું કારણ મોદી ફેક્ટર છે, જેની અસર દિલ્હીમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. માનવામાં આવી રહ્યું છેકે, પાર્ટી તેમને મુંડકાથી પોતાના ઉમેદવાર બનાવી શકે છે. જાણકારોનું કહેવું છેકે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેટલાક વધુ ધારાસભ્યો અને અન્ય નેતાઓ ભાજપમાં સામેલ થઇ શકે છે. કારણ એ છેકે દેશના બાકી ભાગોની જેમ દિલ્હીમાં પણ મોદી લહેર સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે.

કેજરીવાલના ધારાસભ્ય ભાજપમાં?

સૂત્રોનું કહેવું છેકે રોહિણીથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાજેશ ગર્ગ અને તિમારપુરના ધારાસભ્ય હરીશ ખન્ના પણ ભાજપમાં સામેલ થઇ શકે છે. આ બન્નેએ નેતા અરવિંદ કેજરીવાલ સાથે મળીને સ્પષ્ટ કરી દીધું છેકે તે આગામી ચૂંટણી નહીં લડે.

જોકે આ બન્ને નેતાઓના ચૂંટણી નહીં લડવાનું કારણ જાણી શકાયું નથી, પરંતુ જાણકારો કહીં રહ્યાં છેકે આ બન્ને પાર્ટી નેતાઓને વારંવાર કહીં રહ્યાં હતા કે ફરીથી ચૂંટણીથી બચવું જોઇએ. ફરીથી ચૂંટણી થાય તો પાર્ટી ગત પ્રદર્શનનું પુનરાવર્તન કરી શકશે નહીં. પરંતુ પાર્ટી તેમનું કંઇ જ સાંભળ્યું નથી.

હજુ આમ આદમી પાર્ટીના વધુ કેટલાક ધારાસભ્યો પણ ચૂંટણી લડવાની ના પાડી શકે છે. કારણ એ જ છે. પાર્ટીમાં આતંરિક લોકતંત્ર જેવું કંઇ રહ્યું નથી. તમામ નિર્ણય કેજરીવાલ અથવા તો મનિષ સિસોદિયા કરે છે. બીજી તરફ ભાજપ રાજધાની મુસ્લિમ બહુમતિવાળી બેઠકોને ટિકિટ આપવા માટે ઉમેદવાર શોધી રહ્યાં છે. તેમના કાર્યકર્તા મુસ્લિમ બહુમતિવાળા વિસ્તારોમાં જનસંપર્કમાં લાગેલા છે. ભાજપના નેતા મકસૂદ અહમદે જણાવ્યું કે, મુસલમાનોના મનમાં પણ મોદીને લઇને જે પ્રકારની ભ્રાંતિઓ હતી તે હવે રહી નથી.

English summary
Independent MLA joins BJP in Delhi. Some MLA’s of Kejriwal may also join Bhartiya Janta Party. This means MLA has now found safest place for hime just before elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X