Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Rafale Fighter Jets: આવી રહ્યા છે 114 નવા રાફેલ ફાઈટર જેટ, મોદી સરકારે આટલા કરોડની મેગા ડીલને આપી મંજૂરી

Rafale Fighter Jets: ભારતીય વાયુસેના (IAF)ની તાકાતમાં અત્યાર સુધીનો સૌથી મોટો વધારો થવા જઈ રહ્યો છે. મોદી સરકારે ફ્રાન્સ પાસેથી 114 નવા રાફેલ લડાકુ વિમાનો (Rafale Jets) ખરીદવા માટે લીલી ઝંડી આપી દીધી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહના અધ્યક્ષપદ હેઠળ મળેલી સંરક્ષણ સંપાદન પરિષદ (DAC)ની હાઈ-લેવલ બેઠકમાં આ મેગા ડિફેન્સ ડીલને મંજૂરી મળી છે.

Rafale Fighter Jets

આ એ જ રાફેલ છે જેણે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન આકાશમાં ભારતનું વર્ચસ્વ સાબિત કર્યું હતું અને પલકવારમાં પાકિસ્તાનના નૂર ખાન એરબેઝ સહિત અનેક સૈન્ય મથકોને નેસ્તનાબૂદ કરી એર ડોમિનન્સ સ્થાપિત કર્યું હતું. ચાલો જાણીએ આ ઐતિહાસિક સોદાની વિગતો શું છે.

Rafale Jets Deal: 3.25 લાખ કરોડનો સોદો

રક્ષા મંત્રાલયે આ ડીલ માટે 'એક્સેપ્ટન્સ ઓફ નેસેસિટી' (AoN) જાહેર કરી છે. આ સોદાની સૌથી મોટી ખાસિયત તેમાં રહેલો 'સ્વદેશી' અભિગમ છે:

  • 18 વિમાન રેડી-ટુ-ફ્લાય: ફ્રાન્સની દસોલ્ટ એવિએશન 18 રાફેલ વિમાનો સંપૂર્ણ તૈયાર સ્થિતિમાં ભારતને સોંપશે.
  • 96 વિમાનોનું ભારતમાં નિર્માણ: બાકીના 96 વિમાનોનું એસેમ્બલીંગ ભારતની અંદર જ કરવામાં આવશે.
  • 80% કાફલો સ્વદેશી: યોજના મુજબ, 80% કાફલાનું નિર્માણ સ્થાનિક સ્તરે થશે, જેમાં 60% સુધી સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી શકે છે.
  • ખાનગી ક્ષેત્રની ભાગીદારી: ડસોલ્ટ એવિએશન ભારતની ખાનગી કંપનીઓ સાથે મળીને સ્થાનિક સ્તરે મેન્યુફેક્ચરિંગ અને એસેમ્બલીનું ઈકોસિસ્ટમ તૈયાર કરશે.

Rafale Jets Deal: વાયુસેનાની ઘટતી તાકાતને મળશે બૂસ્ટ

ભારતીય વાયુસેના હાલમાં લડાકુ વિમાનોની ભારે અછતનો સામનો કરી રહી છે. મંજૂર થયેલા 42 સ્ક્વોડ્રનની સરખામણીએ અત્યારે માત્ર 29 સ્ક્વોડ્રન જ કાર્યરત છે. આ 114 નવા વિમાનોમાં 88 સિંગલ-સીટ અને 26 ટ્વિન-સીટ વેરિઅન્ટ સામેલ હશે, જે પશ્ચિમી અને ઉત્તરીય સરહદો પર વધતા જોખમો વચ્ચે વાયુસેનાની સ્થિતિને અત્યંત મજબૂત બનાવશે.

Rafale Jets Deal: મેક્રોનની મુલાકાત પહેલા મોટી મહોર

આ જાહેરાત ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની આ મહિને થનારી ભારત મુલાકાત પહેલા થઈ છે. વર્તમાનમાં ભારત પાસે રાફેલના બે સ્ક્વોડ્રન છે:

  1. 'ગોલ્ડન એરોઝ' (અંબાલા, હરિયાણા)
  2. 'ફાલ્કન્સ' (હાશિમારા, પશ્ચિમ બંગાળ)

IND vs PAK: ભારત કે પાકિસ્તાન, કોની પાસે છે વધારે એરક્રાફ્ટ?

ગ્લોબલ ફાયરપાવર (GFP) 2026ની તાજી સૈન્ય રેન્કિંગ અનુસાર, ભારતીય વાયુસેના (IAF) કુલ 2,229 એરક્રાફ્ટ સાથે દુનિયાની ચોથી સૌથી મોટી શક્તિ છે, જ્યારે પાકિસ્તાન (PAF) 1,399 વિમાનો સાથે ઘણું પાછળ છે.

IND vs PAK: લડાકુ વિમાનોમાં કોણ આગળ?

સૌથી મહત્વનો મુકાબલો લડાકુ વિમાનો (Fighter Jets) નો છે. ભારત પાસે 513 ઘાતક ફાઈટર જેટ્સનો કાફલો છે, જ્યારે પાકિસ્તાન પાસે માત્ર 328 લડાકુ વિમાન ઉપલબ્ધ છે. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે સંખ્યા અને સંસાધન, બંને બાબતોમાં ભારત પોતાના પડોશી દેશ કરતા ક્યાંય વધુ સક્ષમ અને શક્તિશાળી છે. 114 નવા રાફેલ આવ્યા બાદ ભારત પાસે કુલ 176 રાફેલનો કાફલો હશે, જે દક્ષિણ એશિયામાં કોઈપણ પડકારને પલકવારમાં ખતમ કરવાની તાકાત રાખે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X