For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા ચૂંટણીના પરિણામો વિશે ઈઝરાયેલના રાજદૂતે આપ્યુ મોટુ નિવેદન

ઈઝરાયેલના રાજદૂતે નવી દિલ્લી સાથેના સંબંધો પર એક મહત્વનું નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

આગલા અમુક દિવસોમાં સ્પષ્ટ થઈ જશે કે દેશ પર આગલા પાંચ વર્ષો સુધી કોણ શાસન કરશે. લોકસભા ચૂંટણી 2019 પોતાના ચરમ પર છે અને પાંચ તબક્કાનું મતદાન પૂરુ થઈ ચૂક્યુ છે. આખી દુનિયાની નજરો આ ચૂંટણી પર છે. આ દરમિયાન ઈઝરાયેલના રાજદૂતે નવી દિલ્લી સાથેના સંબંધો પર એક મહત્વનું નિવેદન આપ્યુ છે. ભારત અને ઈઝરાયેલના સંબંધ છેલ્લા પાંચ વર્ષોમાં વધુ મજબૂત થયા છે અને ઈઝરાયેલી રાજદૂતનું આ નવુ નિવેદન સંબંધોને વર્ણવવા માટે પૂરતુ છે.

આ પણ વાંચોઃ નિતિન ગડકરીની પાકને ચેતવણી, આતંકવાદ ન છોડ્યો તો રોકી દઈશુ નદીઓનું પાણીઆ પણ વાંચોઃ નિતિન ગડકરીની પાકને ચેતવણી, આતંકવાદ ન છોડ્યો તો રોકી દઈશુ નદીઓનું પાણી

નવી સરકાર આવવાથી સંબંધો પર નહિ પડે અસર

નવી સરકાર આવવાથી સંબંધો પર નહિ પડે અસર

ઈઝરાયલી રાજદૂત ડૉક્ટર રૉન મક્કાએ કહ્યુ છે કે ભારતમાં નવી સરકાર આવવાથી બંને દેશોના સંબંધો પર કોઈ અસર નહિ થાય. ડૉક્ટરે મલ્કાએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં કહ્યુ, ‘ભારત અને ઈઝરાયેલ વચ્ચે સંબંધ બે વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ નથી પરંતુ બે દેશો વચ્ચેનો સંબંધ છે. એવામાં એનાથી કોઈ ફરક નથી પડતો કે સત્તામાં કોણ છે. બે વ્યક્તિઓ વચ્ચે કેવો સંબંધ છે કે પાર્ટીઓ વચ્ચે શું કેમેસ્ટ્રી છે, આનાથી મદદ મળે છે પરંતુ આનાથી કોઈ ફરક નથી પડતો કે સત્તામાં કોણ છે.' તેમણે આગળ કહ્યુ, ‘ભારત અને ઈઝરાયેલના સંબંધ હંમેશા આગળ વધતા રહેશે અને મજબૂત થતા રહેશે, એ વાતથી કોઈ ફરક નહિ પડે કે કઈ પાર્ટી સત્તામાં છે.'

આતંકવાદ આખી દુનિયાનો મુદ્દો છે

આતંકવાદ આખી દુનિયાનો મુદ્દો છે

જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે ઈઝરાયેલે કાઉન્ટર-ટેરરિઝનમાં ભારતની મદદ કેવી રીતે કરી કારણકે હાલમાં જ જૈશ એ મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને યુનાઈટેડ નેશન્સે ગ્લોબલ આતંકી ઘોષિત કર્યો છે આના પર પણ તેમણે ખૂબ સરસ જવાબ આપ્યો. ડૉક્ટર મલ્કાએ કહ્યુ, ‘આ માત્ર ભારત અને ઈઝરાયેલ સાથે જોડાયેલા આતંકવાદનો મુદ્દો નથી. મને લાગે છે કે દુનિયાએ આતંકવાદ સામે લડાઈમાં સંગઠિત થવુ જોઈએ. ભારત અને ઈઝરાયેલ બંને સારા દોસ્ત છો અને દોસ્ત હોવાના કારણે અમે હંમેશા એકબીજાને સપોર્ટ કરતા રહીશુ.'

ભારત આવવા માટે આતુર નેતન્યાહુ

ભારત આવવા માટે આતુર નેતન્યાહુ

14 ફેબ્રુઆરીના રોજ જ્યારે પુલવામામાં આતંકી હુમલો થયો હતો અને સીઆરપીએફના 40 જવાન શહીદ થઈ ગયા હતા ત્યારે ઈઝરાયેલે સૌથી પહેલા ભારત તરફ મદદનો હાથ આગળ વધાર્યો હતો. હાલમાં જ ઈઝરાયેલમાં પણ ચૂંટણી થઈ છે. અહીં એક વાર ફરીથી પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહુના હાથમાં દેશનું સંચાલન પાંચ વર્ષો માટે આવ્યુ છે. નેતન્યાહુ ટૂંક સમયમાં જ ભારતના વધુ એક પ્રવાસે આવવાની તૈયારી કરી રહ્યા છે. મલ્કાએ આના પર કહ્યુ, ‘પ્રધાનમંત્રી ભારત આવવા ઈચ્છે છે તે પહેલા આવવા ઈચ્છતા હતા પરંતુ આમ થઈ શક્યુ નહિ અને તે જરૂર ફરીથી મુલાકાત લેશે. જો કે તેમની મુલાકાતની તારીખો પર કોઈ નિર્ણય લઈ શકાયો નથી.'

English summary
Israel's ambassador to India Dr. Ron Malka has said that relations will remain unaffected.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X