For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાક.ની ગોળીઓના બદલે ભારતે મોકલી મીઠાઇ, પાક. સેનાએ ઠુકરાવી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 6 ઓક્ટોબર: બકરી ઇદના અવસર પર પાક રેંજર્સે બીએસએફની મીઠાઇ લેવાનો ઇનકાર કરી દીધો. સરહદ પારથી સતત થઇ રહેલા સીઝફાયર ઉલ્લંઘનની વચ્ચે અટારી બોર્ડર પર બીએસએફ તરફથી પાકિસ્તાન સેનાને મીઠાઇ મોકલવામાં આવી હતી પરંતુ પાક રેંજર્સે તેને અસ્વીકાર કરી દીધો. ઇદના અવસર પર બીએસએફ તરફથી હંમેશા આ પ્રકારની ભેટ પાકિસ્તાનને અપાતી રહી છે.

આ પહેલા પાકિસ્તાન તરફથી સીઝફાયર ઉલ્લંઘન અને ફાયરિંગમાં પાંચ લોકોના મોતથી ભારતનું ધૈર્ય જવાબ આપી ગયું. ગૃહમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું 'હું માત્ર એટલું જ કહેવા માંગું છું કે પાકિસ્તાનને સીઝફાયરનું ઉલ્લંઘન કરવાનું બંધ કરવું પડશે. '

પત્રકારોએ જ્યારે ગૃહમંત્રીને આ મુદ્દા પર પૂછ્યું તો તેમણે એક લાઇનમાં જણાવ્યું જેનો અર્થ ધમકીથી પણ સમજી શકાય છે. તેમણે જણાવ્યું કે 'પાકિસ્તાનને સીઝફાયરનું ઉલ્લંઘન બંધ કરવું પડશે. તેણે સમજવું પડશે કે હવે ભારતમાં જમાનો બદલાઇ ચૂક્યો છે.'

loc
પાકિસ્તાન તરફથી છેલ્લા 24 કલાકમાં ચાર વાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરાઇ ચૂક્યું છે. રવિવારે રાત્રે થોડી-થોડીવાર થયેલી ગોળીબારીમાં પાંચ ભારતીય નાગરિકોના મોત થઇ ગયા છે અને 30થી પણ વધારે લોકો ઘાયલ થયા છે. 1 ઓક્ટોબરથી જમ્મુ અને કશ્મીરમાં ભારત-પાકિસ્તાન સરહદ પર સંઘર્ષ વિરામ ઉલ્લંઘનની આ 11મી ઘટના છે.

પાકિસ્તાને પિટ્ટલ, ચેનાજ અને નારાયણપુર સહિત 15 ભારતીય પોસ્ટને પણ નિશાનો બનાવવામાં આવ્યો. રહેઠાણના વિસ્તારોમાં પણ પાકિસ્તાન રેંજર્સે શેલિંગ અને ફાયરિંગ કર્યું. ઇદને પગલે બીએસએફે જવાબી કાર્યવાહીમાં ધૈર્ય દાખવ્યું, પરંતુ જ્યારે પાકિસ્તાની શેલિંગ રોકાઇ નહીં તો બીએસએફે પણ જવાબી ફાયરીંગ કર્યું.

English summary
India army gave sweets to Pakistan army in return firing at border. pakistan did not accept it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X