For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લદ્દાખમાં ચીનને જવાબ આપવા ભારત તૈયાર, આર્થિક મોરચે લઈ જશે નવા નિર્ણયો!

જો ચીન પોતાની જિદ પર અડેલુ રહેશે તો પછી તે અહીં તેને જવાબ આપશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પીપલ્સ લિબ્રેશન આર્મી(પીએલએ) પૂર્વ લદ્દાખના પેંગોંગ ઝીલ અને ગોગરા-હૉટ સ્પ્રિંગ્ઝ વિસ્તારના અમુક ભાગોને છોડવા માટે મંજૂર નથી. લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર ડિ-એસ્કલેશન વિશે તેનુ અડિયલ વલણ ચાલુ જ છે. એવામાં હવે ભારત સરકાર આર્થિક મોરચે ચીન સામે નવા પગલા ઉઠાવવાની તૈયારી કરી રહી છે. આ મુદ્દે નજર રાખી રહેલા વિશેષજ્ઞોની માનીએ તો ભારત સરકાર એ સ્પષ્ટ કરી દેવા ઈચ્છે છે કે તેના માટે બિઝનેસ મહત્વનો છે અને જો ચીન પોતાની જિદ પર અડેલુ રહેશે તો પછી તે અહીં તેને જવાબ આપશે.

પાંચ મેથી ચાલુ છે ટકરાવ

પાંચ મેથી ચાલુ છે ટકરાવ

ભારત અને ચીન વચ્ચે પાંચ મેથી લદ્દાખમાં ટકરાવ ચાલુ છે. સોમવારે ચાઈના સ્ટડી ગ્રુપ(સીએસજી)એ લદ્દાખમાં પીએલએની એક્શન વિશે ચર્ચા કરી અને સાથે તિબેટના અક્સાઈ ચીન વિસ્તારમાં ચીનની આક્રમકતા પર પણ વાત કરી. સીએસજીમાં ભારતના ઘણા વરિષ્ઠ મંત્રીઓ ઉપરાંત મિલિટ્રી લીડર્સ અને બ્યૂરોક્રેટ શામેલ છે. તે એ યુનિટ છે જે સરકારને ચીન પર કાર્યવાહી લેવાના વિકલ્પ સૂચવે છે. ચીને કહ્યુ છે કે તે ભારત સાથે સંબંધ સામાન્ય કરવા માટે ઈચ્છુક છે. પરંતુ કેન્દ્ર સરકાર અને સેના તરફથી પણ એ સંદેશ સ્પષ્ટ આપી દેવામાં આવ્યો છે કે લદ્દાખમાં એપ્રિલ 2020વાળી યથાસ્થિતિ કોઈ પણ સંજોગોમાં ચાલુ થવી જોઈએ. સૂત્રો મુજબ સેનાને આદેશ આપી દેવામાં આવ્યો છે કે લદ્દાખમાં 1597 કિલોમીટર લાંબી એલએસીની બધી ફૉરવર્ડ પોઝિશન્સ પર તે હાજર રહે.

ડિ-એસ્કલેશનથી પાછળ હટ્યુ ચીન

ડિ-એસ્કલેશનથી પાછળ હટ્યુ ચીન

પાંચ જુલાઈએ ભારત અને ચીન વચ્ચે સ્પેશિયલ રિપ્રેઝન્ટેટીવ્ઝ (એસઆર) તંત્ર હેઠળ બે કલાક વાતચીત થઈ હતી. બંને પક્ષ એ વખતે પૂર્ણ ડિસએન્ગેજમેન્ટ અને ડિ-એસ્કલેશન માટે રાજી થયા હતા. પરંતુ એક મહિના પછ પણ સ્થિતિ જેમની તેમ જ છે અને પીપલ્સ લિબ્રેશન આર્મી(પીએલએ)ના જવાન અડી ગયા છે.

શાંતિ અને સ્થિરતા મહત્વની

શાંતિ અને સ્થિરતા મહત્વની

અમેરિકાએ ચીનની ટેકનોલૉજી કંપની હુઆવે અને તેની સમર્થક કંપનીઓ સામે એક્શન લીધી છે. એવામાં ભારત પણ ચીની કંપની અને તેની સહાયક કંપનીઓને ભાવિ પ્રોજેક્ટ્સથી બહાર કરી શકે છે. સરકાર તરફથી એ સ્પષ્ટ કરી દેવામાં આવ્યુ છે કે દ્વિપક્ષીય સંબંધ પ્રત્યક્ષ તરીકે બૉર્ડર પર શાંતિ અને સ્થિરતા સાથે જોડાયેલો છે.

Facebook Row: શશિ થરુર સામે ભાજપ સાંસદે કરી ફરિયાદ, મહુઆ મોઈત્રા આવ્યા સમર્થનમાંFacebook Row: શશિ થરુર સામે ભાજપ સાંસદે કરી ફરિયાદ, મહુઆ મોઈત્રા આવ્યા સમર્થનમાં

English summary
India can take new action on China on economy front.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X