For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

India China border: લદ્દાખમાં LAC પર બંને સેનાઓ વચ્ચે કાલે થશે 10માં દોરની વાતઃ સૂત્ર

લદ્દાખમાં પેંગોંગ ઝીલ પાસે ભારત અને ચીનના સૈનિકોની વાપસીની પ્રક્રિયા વચ્ચે કાલે ફરીથી બંને દેશોની કોર કમાંડર સ્તરની વાતચીત થવાની છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ લદ્દાખમાં પેંગોંગ ઝીલ પાસે ભારત અને ચીનના સૈનિકોની વાપસીની પ્રક્રિયા વચ્ચે કાલે ફરીથી બંને દેશોની કોર કમાંડર સ્તરની વાતચીત થવાની છે. સેનાના સૂત્રોના જણાવ્યા મુજબ આ વાતચીત વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીન તરફથી મોલ્ડોમાં થશે જ્યાં 9માં દોરની પણ વાત થઈ હતી અને સેનાઓની વાપસી પર ઠોસ સંમતિ બની શકી હતી. આ વાતચીત કાલે સવારે 10 વાગે થશે. સેનાના સૂત્રોના જણાવ્યા મુજબ આ દોરની વાતચીતમાં બંને દેશની સેના પેંગોંગ ઝીલના દક્ષિણ અને ઉત્તર કિનારે સેનાઓની વાપસી બાદ બાકી તણાવવાળી જગ્યાએથી સેનાની વાપસી માટે ચર્ચા કરશે.

india-china

પેંગોંગ વિસ્તારથી પાછળ હટી ચીનની સેના

તમને જણાવી દઈએ કે મંગળવારે જ ભારતીય સેનાએ વીડિયો અને ફોટો જાહેર કરીને બતાવ્યુ હતુ કે પેંગોંગ ઝીલ વિસ્તારમાંથી કેવ રીતે ચીનની સેના પાછી જઈ રહી છે. તેણે ત્યાં બનાવેલા પોતાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ હટાવી લીધા છે એવા ફોટા સામે આવી ચૂક્યા છે. માહિતી મુજબ એ ફોટા પેંગોંગ ઝીલના ઉત્તર કિનારે અને દક્ષિણ કિનારાના કૈલાશ રેંજના છે. ફોટામાં તેમના તૂટેલા બંકર અને અસ્થાયી ઢાંચા જેસીબી અને હાથેથી પણ હટાવવામાં આવી રહ્યા હતા.

બંને સેનાઓએ મે, 2020વાળી સ્થિતિમાં પાછુ જવાનુ છે

બંને દેશોની સેનાઓ વચ્ચે જે સંમતિ બની છે તે મુજબ બંનેએ મે, 2020વાળી સ્થિતિમાં પાછુ જવાનુ છે. સેનાઓની વાપસીની આ પ્રક્રિયા બંને સેનાઓના નિરીક્ષણમાં થઈ રહી છે અને જો 10માં દોરની વાતચીતમાં સંમતિ બની તો માનવામાં આવી શકે છે કે પહેલા દોરમાં સેનાઓની વાપસીનુ કામ લગભગ પૂરુ કરવામાં આવી ચૂક્યુ છે. કારણકે સેનાના એક અધિકારીએ જણાવ્યુ કે પેંગોંગ પાસે સેનાઓની વાપસીની ખાતરી થઈ ગયાના 48 કલાક બાદ જ કોર-કમાંડર સ્તરની આગલા દોરની વાત થશે.

દેસપાંગ અને ગોગરા-હૉટ સ્પ્રિંગ પર ફોકસ

તમને જણાવી દઈએ કે પેંગોંગ ઝીલથી સેનાઓની વાપસીની પ્રક્રિયા પૂરી થયા બાદ દેસપાંગ અને ગોગરા-હૉટ સ્પ્રિંગ વિસ્તારથી સેનાઓના પાછળ હટવા અંગે વાતચીત થવાની સંભાવના છે. આ પહેલા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ સ્પષ્ટ કર્યુ હતુ કે વાસ્તવિક નિયંત્રણ રેખાના બીજા સેક્ટરથી પણ વાપસીની પ્રક્રિયા પર વાતચીત થશે. માટે માનવામાં આવી રહ્યુ છે કે આ દોરમાં આ બંને સેક્ટર પર ફોકસ રહેવાની સંભાવના છે.

જરૂર પડી તો ખેડૂતો પોતાના ઉભા પાકમાં આગ લગાવી દેશેઃ ટિકૈતજરૂર પડી તો ખેડૂતો પોતાના ઉભા પાકમાં આગ લગાવી દેશેઃ ટિકૈત

English summary
India China border: The 10th round of talks between the two forces in Ladakh tomorrow.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X