લદ્દાખ તણાવઃ ભારત-ચીનના મિલેટ્રી કમાન્ડર્સ વચ્ચે બેઠક

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચાઇનીઝ આર્મી દ્વારા ભારતના સરહદી વિસ્તારમાં હરકતો શરૂ કરવાનો મુદ્દો પ્રકાશમાં આવતાની સાથે જ ભારતે ચીન સમક્ષ તાત્કાલિક ધોરણે આ મુદ્દો ઉઠાવ્યો હતો. ભારતે ચીનને જણાવ્યું છે કે, એલએસીનું સન્માન ચીન દ્વારા કરવામાં આવે. લદ્દાખ પર ચીન સૈનિકો દ્વારા જે ઘુષણખોરી કરવામાં આવી છે તેના પહેલાની જે સ્થિતિ હતી તેનું નિર્માણ કરે. આશા છે કે યોગ્ય હલ નીકળશે.
સાઉથ બ્લોકના ચાઇનીઝ એમ્બેસડરને કરવામાં આવેલા આ સમન્સ ઉપરાંત ભારત ચીન જોઇન્ટ વર્કિંગ મેકેનિઝમને હેડ કરતા મેઆ સમક્ષ આ મુદ્દો ગત અઠવાડિયે ઉઠાવવામાં આવ્યો હતો અને તેમાં કોઇ નિરાકરણ લાવવામાં આવે તેમ જણાવાયું હતું.
સૂત્રોએ જણાવ્યા પ્રમાણે વિદેશ સચિન રંજન મથાઇએ સાઉથ બ્લોકના ચાઇનીઝ એમ્બેસેડર વાઇવાઇને સમન્સ પાઠવતા કહ્યું હતું કે જે સ્થિતિ સર્જાઇ છે તેનું યોગ્ય હલ નીકળે તે જરૂરી છે. જેના જવાબમાં ચીન તરફથી જવાબ આપવામાં આવ્યો હતો કે તેઓ આ મુદ્દે ચર્ચા કરી રહ્યાં અને ટૂંક સમયમાં જવાબ આપશે.












Click it and Unblock the Notifications
